રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
કોરોના મહામારીના સંજોગોને હિસાબે દર વખતે ભવ્ય રીતે યોજાતો આ કાર્યક્રમ આ વખતે સાવ સાદાઈથી તેમજ સાવ ટૂંકમાં અને ખૂબ ઓછા લોકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સીન્ગને ધ્યાને રાખીને સાંદિપની મીડીયમ ઇંગ્લિશ સ્કૂલ ખાતે રોટરી કલબ ઓફ હળવદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.પાસ્ટ આસિસ્ટન્ટ ગવર્નર નરભેરામભાઈ અઘારાએ ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે નવા વરાયેલા પ્રમુખ અને સેક્રેટરીને શપથ લેવડાવ્યા હતા. રોટરી નું વર્ષ ૩૦-૬-૨૦ ના રોજ પૂરું થતા નવા વર્ષે નવા હોદ્દેદારો ની નિમણૂક કરવામાં આવી હતી.
જેમા રોટરી ક્લબ પ્રેસિડેન્ટ તરીકે રાજેન્દ્રસિંહ રાણા સેક્રેટરી હિતેન ઠક્કર ઇનરવિલ કલબમાં પ્રેસિડેન્ટ રૂપલબેન પંજવાણી સેક્રેટરી ભક્તિબેન ઠક્કર રોટરેક્ટ કલબમાં પ્રેસિડેન્ટ કેવલ છાયા અને સેક્રેટરી નવીન આચાર્ય આર.સી.સી.સિનિયર સિટીઝન ક્લબ માં પ્રેસિડેન્ટ પરભુભાઈ રબારી અને સેક્રેટરી ઠાકરસીભાઈ ટાંક આર. સી.સી. ક્લબ ટીકર માં પ્રેસિડેન્ટ રાકેશ એરવાડીયા અને સેક્રેટરી ગૌતમ વ્યાસ ઇન્ટરેક્ટ કલબમાં પ્રેસિડેન્ટ દિવ્યજીતસિંહ ઝાલા અને સેક્રેટરી ઓમ રાવલ અરલીએક્ટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલ માં પ્રેસિડેન્ટ તુષાર પિત્રોડા અને સેક્રેટરી શિવમ કરોત્તરા ની વરણી કરવામાં આવી હતી.૨૦૧૯/૨૦ના દરેક કલબના પ્રમુખ અને સેક્રેટરીને તેમની વર્ષ દરમિયાનની સુંદર અને સારી કામગીરી બદલ એવોર્ડ આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ આખા કાર્યક્રમનું સંચાલન બ્રિલિયન્ટ સ્કૂલના નરેશભાઈ રાવલે કર્યું હતું.