ગુજરાતના​ મુખ્યમંત્રી​ અને નાયબ મુખ્યમંત્રીના​ નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનના રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજાયો.

Narmada

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષિ,રાજપીપળા

જેના ભાગ રૂપે આજે​ ​ રાજપીપલામાં​ સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા​ ​ “અન્નોત્સવ”​ કાર્યક્રમ માં​ ​ ગુજરાતના આરોગ્ય,​ પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી​ કિશોરભાઇ કાણાની​ એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. અને​ ​ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”​ અંતર્ગત​ NFSA​ લાભાર્થીઓને નિ:શુલ્ક અનાજ વિતરણ કર્યું​ ​ હતું​. આ કાર્યક્રમમાં ​​ લાભાર્થીઓ-ગ્રામજનો અને મહાનુભાવોએ પ્રધાનમંત્રી દ્વારા શુભ આરંભ ને આ કાર્યક્રમ ના​ જીવંત પ્રસારણ​ ને પણ નિહાળ્યું હતું . આ​ દરમ્યાન​ ઉપસ્થિત આ​ યોજનાના અંતર્ગત નિયત કરાયેલા લાભાર્થીઓને પ્રતિકરૂપે વ્યક્તિદીઠ ૩.૫ કિલો ગ્રામ ઘઉં અને ૧.૫ કિલો ગ્રામ ચોખા સહિત કુલ-૫ કિલો ગ્રામ રેશનની થેલીમાંવિતરણ કરવામાં આવ્યું હતું આજે જિલ્લામાં 221 વ્યાજબીભાવની દુકાનોમાં કુલ 99340 કુટુંબો ને આ મફત અનાજ નું વિતરણ કાર્ય થઇ રહ્યું છે જેમાં દેડિયાપાડામાં 28,753 કુટુંબ,તિલકવાડામાં 11030 કુટુંબ,ગરુડેશ્વર માં 1547 કુટુંબ,સાગબારા માં 18567 કુટુંબ તથા નાંદોદ માં 25112 કુટુંબો ને આ મફત અનાજ નો લાભ મળ્યો છે. ત્યારે મંત્રી કુમાર કાનાણી​ એ કોંગ્રેસ દ્વારા થતા સમાન્તર વિરોધ કાર્યક્રમ ને વખોડી તેમના સાશન ના સમયને​ યાદ કરવા ટકોર કરી હતી​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *