રાજકોટ: ભાયાવદરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને ચિફ ઓફિસરની થતી કનળગતિ..

Latest Rajkot
રિપોર્ટર: જયેશ મારડિયા,ઉપલેટા

ભાયાવદર શહેરના નગરપાલિકા પ્રમુખ નયનભાઈ જીવાણી એ જણાવ્યું હતું કે વિસ્તારમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રૂા.૩,૫૦,૦૦૦ જેવી સહાય બી.એલ.સી.ઘટક હેઠળ આપવામાં આવે છે. આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગરીબ લક્ષી લોકોને પાકા મકાન બનાવવા માટે ખાલી પ્લોટ , કાચા મકાનોને પાકા બનાવવા માટે આપવામાં આવે છે. તેમાં લાભાર્થીઓની મિલકત સંયુકત હોય તેવા પ્રકરણમાં કોઈ પણ એક વ્યકિતને તેમના સંયુકત ભાગીદારો સોગંદનામુ કરીને પોતાનું સમર્થન એક વ્યકિતને આપે છે. તેવા પ્રકરણમાં ભાયાવદર શહેરમાં અમુક મકાનો બની ગયા છે. ત્યારે અત્યારના ચિફ ઓફિસર આવી ફાઈલો રીજેકટ કરીને સરકારમાંથી આવેલા હપ્તા લાભાર્થીઓને સરકારમાં પૈસા પાછા જમા કરાવવા દબાણ કરે છે સરકારમાંથી નિયમ મુજબ લાભાર્થીઓને હપ્તા પણ આવી ગયેલ હોય તો પણ ચિફ ઓફિસર કેમ ના મંજુર કરે છે ? તેમજ વર્ષો જુનો વિસ્તાર હોય તેવામાં પોતાની મિલકત સબ પ્લોટીંગ કરવી શકય ન હોય તેવા પ્રકરણમાં તેમની ફાઈલોમાં સહીઓ ન કરતા હોય લાભાર્થીઓને મકાનનો મળેલો લાભ જતો કરવો પડે છે . સરકારમાંથી લાભાર્થીઓને હપ્તા આવેલ હોય જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ તેઓના કાચા મકાનો પાડી ભાડે રહેવા જતા રહયા હોય ત્યારે આવા લોકો પોતાનું મકાન હોવા છતા હાલ મકાન વિહોણા થઈ ગયા છે. નગરપાલિકામાં પણ ચિફ ઓફિસરની અવળ ચંડળાઈને કારણે નિયમ મુજબના થતા ખર્ચના બીલોમાં પણ સહી સમયસર કરતા ન હોય અને નગરપાલિકાના સાધનોમાં આવતા ડીઝલના બીલો પણ સમયસર ન કરવાના કારણે પેટ્રોલ પંપના માલીક પણ ડીઝલ ભરવાનીના પાડી દેવાની અણી ઉપર છે તેમજ કર્મચારીઓના પગાર પણ બબ્બે મહીના સુધી કરતા ન હોય માટે આ ચિફ ઓફિસરની કનળ ગતના કારણે ભાયાવદર નગરપાલિકાનો રોજીંદો વહીવટ ખોરંભે પાડીને પોતે રજા ઉપર ચાલ્યા ગયા હોય ત્યારે નગરપાલિકાની ચુંટાયેલી બોડીને શહેરમાંથી અસંતોષનો સામનો ચિફ ઓફિસરના કારણે ભોગવવો પડે છે નગરપાલિકાના પ્રમુખ રજુઆત કરવા જાય છે ત્યારે ચિફ ઓફિસર હું તમારી માથે પોલીસ ફરીયાદ કરીશ તેવી ધમકી આપે છે . આ અંગે સભ્યએ કમિશનર કચેરીનો ટેલીફોનીક સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે સર્વે પરી પ્રમુખ હોય છે.ચિફ ઓફિસર તો વહીવટી વડા છે પરંતુ ચિફ ઓફિસર પોતે જ સર્વે સર્વા છે.તેવું જણાવીને ઝોહુકમીથી વહીવટ ચલાવે છે તેવુ ભાયાવદરના પ્રમુખ નયનભાઈ જીવાણીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *