ગીર સોમનાથ: પાકિસ્તાનની જેલોમાં કેદ ગુજરાતનાં માછીમારો ને મુક્ત કરાવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ.

Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

યુવા આગેવાન રસિક ચાવડા અને અજય શિયાળ દ્વારા રાષ્ટ્રપતિ ને પત્ર લખીને રજૂઆત કરી

ભારત પાક. સીમા નજીક માછીમારી કરતા સમયે સીમા ઉલ્લંધન બદલ માછીમારો ને પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા પકડી જેલમાં કેદ કરવામાં આવતાં હોય છે ત્યારે આ માછીમારો ને મુક્ત કરાવવા માટે ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને રાજુલા નાં યુવા આગેવાન અજય શિયાળ દ્વારા રાષ્ટ્રપતિ ને પત્ર લખતા જણાવ્યું કે ગુજરાતનાં વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં વસતાં કોળી સમાજ, ખારવા સમાજ તથા મુસ્લિમ સમાજ સહિતનાં અનેક પરિવારો માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે. આવાં પરિવારો માછીમારી કરી પોતાના પરિવારો નું ગુજરાન ચલાવતા હોય છે અને માછીમારી તેનું આજીવિકા નું સાધન છે. ભારત પાકિસ્તાન દરિયાઇ જળસીમા નજીક રોજીરોટી માટે માછીમારી કરતાં સમયે અજ્ઞાનતા નાં કારણે અથવા દિશાભાન ના રહેવાનાં કારણે બંને દેશોની સરહદ ઓળંગીને પાકિસ્તાન સીમામાં પહોંચી જતા હોય છે તેનાં કારણે સરહદ ઉલ્લંધન બદલ આ માછીમારો ને પાકિસ્તાની જેલોમાં કેદ કરવામાં આવતાં હોય છે.બીજી તરફ અહિયાં ગુજરાતમાં તેમનો અજ્ઞાન અને અશિક્ષિત પરિવારો નું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ હોય છે તેમજ આવાં પરિવારો ને ક્યા વિભાગ ને રજૂઆત કે જાણ કરવી તેની પણ માહિતી હોતી નથી ત્યારે આજે આવાં પરિવારો અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. આથી ભારત સરકાર દ્વારા પાકિસ્તાન ની જુદી જુદી જેલોમાં કેદ ગુજરાતનાં માછીમારો ની પાકિસ્તાન માં સ્થિત ભારતીય દુતાવાસ નાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે તેમજ આ માછીમારો વહેલી તકે માદરે વતન પહોંચે તેનાં માટે જરૂરી કાર્યવાહી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે તેવી આ માછીમારો ના પરિવારો વતી અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા, ભરત ભાઈ કામલિયા, રાજુ ભાઈ બાંભણિયા, પંચાભાઇ દમણિયા,જેન્તીભાઇ ચોહાણ વગેરે એ રજૂઆત કરતો પત્ર રાષ્ટ્રપતિ, રાજ્યપાલ તથા ભારતીય હાઈ કમિશન સહિત નાં વિભાગ ને પાઠવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *