રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ
શાકભાજી તેમજ ફ્રૂટનાં સ્ટોલ તેમજ ફેરિયાઓનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.
આમોદ મેન બજારમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લેવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. ત્યારે અનાજ કરિયાણા સહીત શાકભાજી તેમજ વિવિધ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ નું વેચાણ કરતા આમોદ મેન બજારનાં નાનાં મોટા વેપારીઓને નગર પાલિકા દ્વારા વારંવાર સૂચના આપવા છતાં મોઢા પર માસ્ક ન પહેરનાર અને સોશ્યિલ ડિસ્ટન્સ ન જાળવતા વેપારીઓ ની સામે આમોદ નગરપાલિકાની ટિમ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં વારંવાર સૂચના આપવા છતાં સૂચનાઓની અવગણના કરનાર વેપારીઓ પાસેથી 3100 રૂપિયાની દંડનીય કાર્યવાહી કરવામાં આવી.
મેડિકલ ઓફિસર મોનીકા મેડમની ટીમ તેમજ આમોદ નગરપાલિકાની ટીમ દ્વારા 74 જેટલાં શાકભાજી ફેરિયાઓનું થર્મલ સ્ક્રીનીંગ કોરોના સામેની તકેદારીનાં પગલે કરવામાં આવ્યું હતું.