શહેરા અનાજ કૌભાંડ: મામલતદારે કરેલી ફરિયાદને આધારે પોલીસે તાપસ બાદ અનાજના ત્રણ ગોડાઉન સીલ કર્યા.

Latest Panchmahal shera
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા

શહેરા સરકારી અનાજ કૌભાંડની ફરિયાદ પોલીસ મથક ખાતે નોંધાયા બાદ પોલીસે સરકારી અનાજના ગોડાઉન ખાતે તપાસ હાથધરી હતી. પોલીસે ત્રણ અનાજના ગોડાઉન સાથે ઓફિસ પણ સીલ કરી હતી. આ અનાજ કોભાંડની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઈને જિલ્લા એસ.ઓ.જી પોલીસને સોંપવામાં આવી છે.

પંચમહાલ જિલ્લાના શહેરા મામલતદાર કચેરી પાછળ આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા તપાસ કરતા 13127 ઘઉં અને 1298 ચોખાના કટ્ટાની ઘટ આવી હતી. આ અનાજ કૌભાંડ કરોડો રૂપિયાનું હોવાથી મામલતદાર મેહુલ ભરવાડએ ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર સહિત બે શકાદાર સામે પોલીસ મથક ખાતે ફરિયાદ નોધાવી હતી. પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર નકુમ અને પોલીસ સ્ટાફ દ્વારા સરકારી અનાજના ગોડાઉનમાં અનાજના કટ્ટાની ગણતરી શરૂ કરી હતી સાથે જિલ્લાની એસ.ઓ.જી.પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. સરકારી અનાજના ત્રણ ગોડાઉનમા અને ઓફિસમા દિવસ દરમિયાન સ્થાનિક અને જિલ્લાની પોલીસ દ્વારા તપાસ હાથધરી હતી. પોલીસે આ અનાજ કૌભાંડના મુખ્ય આરોપી ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ રોત ને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે આ સરકારી અનાજ કૌભાંડ ૧ કરોડ 85 લાખ નું હોવા સાથે ૩ કરોડ ૬૭ લાખની વસૂલાત પણ કરવામાં આવનાર હોવાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ અનાજ કૌભાંડ પાછળ મોટા માથાઓની સંડોવણી હોય તેમ લાગી રહયુ છે. આ સરકારી અનાજ કૌભાંડની તપાસ એસ.ઓ.જી.પોલીસને સોંપવામાં આવી હતી.

આ બાબતે શહેરા એમ.એલ.એ જેઠાભાઇ ભરવાડએ જણાવ્યું હતું કે શહેરા તાલુકાના સસ્તા અનાજના ગોડાઉનની મે મુલાકાત લીધી હતી.ગોડાઉનમાં અનાજ કટ્ટા મા 500 ગ્રામ,1 કિલો તેમજ એક થેલીમા 5 કિલો અનાજ ઓછું નીકળ્યું હતું. આ માહિતી ગાંધીનગર ખાતે એમ ડી. ધોળકિયાને સેક્રેટરી ને આપી હતી. તેમ છતાં વિજિલન્સ ને મોકલવા કીધું હતું. ચેકીંગ માટે પણ આવ્યા નહી. મામલતદારએ સ્થળ ચેકીંગ કરીને ૩ કરોડ ૬૭ લાખનો મુદ્દામાલ સગેવગે થયો હોવાનું જણાવ્યું હતું. એસ. ઓ.જી.પોલીસ ને તપાસ સોંપી છે. એની જગ્યાએ એ.સી.બી ને સોંપવામાં આવી જોઈએ, તેમજ આ કોભાંડમા ફોટો ટ્રાન્સપોર્ટરો, અધિકારીઓ સંડોવાયેલા હોય શકે. રાજ્યના મુખ્યમંત્રીને પણ મેં રજૂઆત કરતા આની તપાસ કરવામાં આવી છે. ગૃહમંત્રીને પણ હું આ બાબતે રજૂઆત કરનાર છું.

શહેરા સરકારી અનાજના ગોડાઉનમાં કરોડો રૂપિયાનું અનાજ કૌભાંડ બહાર આવતા આ બાબતે કોંગ્રેસ પ્રદેશ ડેલિકેટ દુષ્યંતસિંહ ચૌહાણને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ભાજપના રાજમાં આવા અનેક કૌભાંડો થઈ રહ્યા છે. શહેરા તાલુકામાં જે કોઈ કૌભાંડ થતા હોય તે ભાજપના શાસનમાં થતા હોય છે. શહેરા તાલુકામાં અનેક ભ્રષ્ટાચારમાં ભાજપ ના કાર્યકરો પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *