અમદાવાદ: પેટ્રોલ ડીઝલ ના વધતા ભાવ મુદ્દે વિરમગામ શહે -તાલુકા કોંગ્રેસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીરભાઈ રાવલે જણાવ્યું હતું કે તારીખ ૨૯/૦૬/૨૦૨૦ ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા ની સુચના અનુસાર રાજ્ય વ્યાપી વિરોધ નોંધાવવા ના અનુસંધાને વિરમગામ શહેરમાં પણ વિરમગામ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોલવાડી દરવાજા બહાર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેમાં વિરમગામ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ સુધીરભાઈ રાવલ તાલુકા પ્રમુખશ્રી દશરથભાઈ પટેલ તેમજ અમદાવાદ જિલ્લા મહામંત્રી અલી અસગરભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય નટુજી ઠાકોર,ધરમશી ભાઈ ઠાકોર એન.એસ.યુ.આઈ ના પ્રમુખ હુશેન ભાઈ પટેલ તેમજ આઈ.ટી સેલ હોદ્દેદાર મલેક અલીહુશેન સહિત ના આગેવાનો કાર્યકરો જોડાયા હતા અને પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા મુદ્દે ઉગ્ર વિરોધ કરી ચક્કાજામ કરતા વિરમગામ ટાઉન પોલીસ દ્વારા કોંગી કાર્યકરો ને ડીટેઈન કરી અટકાયત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *