જખવાડા ગામની બહેનો સ્વયં રોજગારી મેળવી શકે તે હેતુથી ખાખરા ગૃહ ઉદ્યોગ ટ્રેનિંગ કેન્દ્ર ચાલુ કરાવવામાં આવી

Ahmedabad

જખવાડા ગામે વિધવા બહેનો અને બીજી રસ ધરાવતી સ્વયં રોજગારી મેળવવા ગ્રામીણ સંસ્થા અમદાવાદ સંચાલિત ખાખરા તાલીમ કેન્દ્ર સહયોગ શેર એન્ડ કેર ફાઉન્ડેશનના માધ્યમથી જખવાડા ગામમાં ખાખરા ગૃહ ઉદ્યોગ તાલીમ કેન્દ્ર સરપંચ મનોજ ગોહિલના અર્થાગ પ્રયત્નથી ચાલુ કરવામાં આવ્યું.

ખાખરા ગૃહ ઉદ્યોગની ટ્રેનીંગ આપવા માટે અમદાવાદથી જાનકીબેન શાહ અહીંયા જખવાડા ગામની બહેનોને ટ્રેનિંગ આપી અને ખાખરા ગૃહ ઉદ્યોગને વેગ આપી રહ્યા છે. અનુમાન પ્રમાણે જ્યારે જાનકીબેન સાથે ચર્ચા કરી ત્યારે એક બેન જો 3 કલાક ખાખરા બનાવીને ટ્રેનિંગ લઇ ખાખરા બનાવે તો તેમને આશરે 3 કલાક ના 250 થી 300 રૂપિયા જેટલી રોજગારી પ્રાપ્ત કરી શકે છે. ચોમાસા અને ઉનાળાની ઋતુમાં બહેનોને ક્યાંય બહાર જઈ રોજગારી ન મળે અને ઘરે ખાખરા બનાવી બહેનો રોજગારી મેળવે તે હેતુંથી જખવાડા ગ્રામ પંચાયતે પોતાના ગામના કોમ્યુનિટી હોલની અંદર સંપૂર્ણ વ્યવસ્થા કરી સગડી, ગેસ, રોમટીરીયલ સાથે આ બહેનોને રોજગારી મળે તે હેતુ થી ખાખરા ગૃહ ઉદ્યોગ કેન્દ્ર ચાલુ કરેલ છે અને તેમાં ગામ ટ્રસ્ટ, ગામ સંસ્થા અને શેર એન્ડ કેર ફાઉન્ડેશન નો સૌથી મોટો સહયોગ છે અને સાથે સાથે જે ટ્રેનિંગ આપી રહ્યા છે તે જાનકીબેન નો સૌથી મોટો ફાળો છે. તેઓ બહેનોને ટ્રેનિંગ આપી પોતાનું કૌશલ્ય બહાર લાવવાનો પ્રયત્ન કરી બહેનોને પગભેર કરવા અને આત્મનિર્ભર બને તે માટે આ જખવાઙા ગામના ઉત્સાહી અને નવયુવાન સરપંચ મનોજસિંહ ગોહીલે જખવાડા ગામમાં ખાખરા ટ્રેનિંગના ક્લાસ ચાલુ કરાવવા માં ભારે જહેમત ઊઠાવી હતી.

જખવાડા ગામને સાંસદ ડો.મુજપુરા એ દતક લીધેલ છે. અને ગામમાં ચાલતાં ખાખરા ગૃહ ઉદ્યોગ માં તાલીમ મેળવતી બહેનોનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધે તે હેતુથી સાંસદ ડો.મુજપુરા,પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ,કિરીટ સિંહ ગોહિલ,હરિભાઈ ગોહિલ તેમજ ભાજપ કાર્યકર્તાઓએ ખાખરા ગૃહ ઉદ્યોગ તાલીમ કેન્દ્રની મુલાકાત લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *