રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
થોડાં સમય પહેલાં બાકી પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતરેલા રોજીંદા કર્મચારીઓ ને એક મહીના નો પગાર આપી આશ્વાસન અપાયું હતું ત્યારબાદ ફરી રામાયણ
રાજપીપળા નગરપાલિકા અને વિવાદ ઉભો થયો છે જેમાં આજે શ્રમિક કામદાર કલ્યાણ સંઘ ના પ્રમુખ રોહિત કાલિદાસભાઈ સહિત ના સભ્યો દ્રારા મુખ્ય અધિકારી જયેશ પટેલ ને ત્રણ મહીના થી બાકી પડેલા પગાર અને ઈ.પી.એફ ના બાકી નાંણા સફાઈ કામદારોના ખાતામા વહેલીતકે જમા કરાવવા અને ૧૦ થી ૧૫ વર્ષ જેટલાં સમય થી ફરજ બજાવી રહેલાં હંગામી કર્મચારીઓ ને આવનારી બોર્ડ મિટીંગમા કાયમી કરવાની દરખાસ્ત મુકવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
થોડાં સમય પહેલાં જ બાકી પગાર મુદ્દે હડતાળ પડી હતી અને વિવાદ નો થયો હતો,ત્યારે નગરપાલિકા પાસે સ્વ ભંડોળ નહીં હોવાના કારણે રોજીંદા કર્મચારીઓનો પગાર સમયસર નથી થઈ રહ્યો તેવું રાગ આલાપવામા આવ્યો હતો.ત્યાર બાદ કર્મચારી મંડળ ના આગેવાનો આવી ને મામલો થાળે પાડ્યો હતો,અને હવે પછી સમયસર પગાર કરાશે તેવુ આશ્વાસન આપી હડતાળ સમેટાઈ હતી પરંતુ ફરી એકવાર પગાર અને ઈ.પી.એફ ના બાકી નાંણા નો મામલો સામે આવતા આજે શ્રમિક કામદાર કલ્યાણ સંઘ દ્વારા મુખ્ય અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે.