રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાં આવેલ માર્કેટ કમ્પાઉન્ડમાં રવિવારી હાટ બજાર ભરાતો હતો તે સૌથી પહેલા કોરોના વાયરસ ને લઈ બધ કરાયો હતો હાલ મા પાદરા,કેવડિયા, જેવા ગામમાં કોરોના વિસ્ફોટ થયો હોય એટલા કેસ વધી ગયા છે ત્યારે નસવાડી ટાઉનમા રવિવારી હાટ બાઝર શરૂ થતાં ૫૦ બહાર ગામના વેપારીઓ વેપાર કરવા આવ્યા હતા. જેમાં કેટલાકે માસ્ક પહેરેલ હતા તો જ્યારે કેટલાકે માસ્ક પહેરેલ ન હતા સાથે તાલુકા માંથી આવેલ લોકોની પાંખી હાજરી હતી પરંતુ જે વેપાર કરવા આવ્યા હતા તે મોટાભાગ ના શહેરી વિસ્તાર માંથી આવ્યા હતા ત્યારે હાટ બજારમાં ખરીદ કરવા આવતા લોકોમા કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ સાથે સંક્રમિત થાય અને કોરોના ને ઘરે લઈ જાય તો જવાબદાર કોણ ?
હાટ બજાર માં હવે ના રવિવાર થી વધુ ભીડ જામશે. જેને લઈ નસવાડી ટાઇન માં પણ હાટ બાઝાર ચાલુ થયા ની ચર્ચાઓ ઉઠી છે ત્યારે કોરોના વાઇરસ બહારગામથી જ નસવાડી ટાઉન મા આવ્યો હતો ત્યારે પાદરા.કેવડિયા જેવી પરિસ્થિતિ ઉભી ના થાય તે માટે હાટ બજાર શરૂ થાય તે દિવસે નસવાડી તાલુકા નું તંત્ર પૂરતી કાળજી લે અને ગ્રામપંચાયત એ પી.એમ.સી ના સત્તાવાળા ઓ ખાસ માસ્ક સેનેટિઝર હાથ મોજા તેમજ સોશ્યિલ ડિસ્ટન્સના અમલ કરાવે તેવી નસવાડી નાસ ગ્રામજનો ની માંગ છે કોરોના ફેલાય પછી સાવચેતી ના પગલાં ભરાય તે પહેલા જ કામગીરી કરાઇ તે જરૂરી છે.