રિપોર્ટર: વીમલ પંચાલ,છોટાઉદેપુર
હાલ કોરોના માહામારીએ તેહવાર બાદ ફરી માથું ઊંચક્યું અને અમદાવાદ,સુરત અને વડોદરા જેવી મોટી સિટીઓમાં લોકો હજુ પણ સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક પ્રત્યે જાણે અજાણ હોય તેમ જાહેરમાં ફરી રહ્યા છે અને કોરોના ના સંક્રમણ ને આમંત્રણ આપી રહ્યા છે જેના પગલે નસવાડી તાલુકાના લોકોને સંક્રમણ ના થાય અને લોકોની તબિયત સારી રહે અને મહામારી તાલુકામાં માથું ઊંચું ના કરે તે માટે નસવાડી પોલીસ એક્શનમાં આવી અને બજારમાં માસ્ક વગર ફરતા લોકો અને વાહનોમાં માસ્ક વગર ફરતા લોકોને ઊભા રાખીને રૂ.૧૦૦૦ નો દંડ આપવામાં આવી રહ્યો છે. જો લોકો હજુ પણ માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન નહિ કરે તો તેઓ સામે નસવાડી પોલીસ કાયદાકીય પગલાં ભરશે તેમ જાણવા મળ્યું છે.