બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
આજ રોજ તારીખ ૧૭/૦૭/૨૦૨૦ ના રોજ “કલેક્ટર નર્મદા ને સંબોધી ને મામલતદાર સાગબારા મારફતે ખાતર અંગે ખેડૂતો ને વર્તાઈ રહેલ સમસ્યા બાબતે આમ આદમી પાર્ટી-સાગબારા દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.જેમાં ખાતર ની ઉણપ ને લીધે ખેડૂતો ને મોડી રાત થી જ ખાતર લેવા માટે વિતરણ કેન્દ્રો સામે લાંબી લાઈનો માં ઉભા રહેવાની અને પડાપડી કરવાની જરૂરત ઉભી થઇ છે. જેનાં કારણે ભીડ પણ વધી રહી છે.
કોરોના મહામારી બાબત ને લઇ ” આમ આદમી પાર્ટી ને ધરણા પ્રદર્શન કરવાની મંજૂરી મળેલ નહીં તેવી જ રીતે આ ખાતર વિતરણ કેન્દ્રો ને ત્યાં ભીડ ને કારણે કોરોના સંક્રમણ થવાની શક્યતા રહેલ હોવાથી ” આમ આદમી પાર્ટી-સાગબારા” દ્વારા માંગ કરવામાં આવેલ છે કે ખેડૂતો ને તમામ પ્રકાર નું ખાતર તમામ ગ્રામપંચાયતો મારફતે જ પોતાને સંલગ્ન ગામડાઓ માં વિતરણ કરવાનું આયોજન કરવામાં આવે. તેમજ ખાતર નો જથ્થો પર્યાપ્ત માત્રા માં નહીં આવતો હોવાથી તાત્કાલિક ધોરણે આ બાબત ઉપર જિલ્લા કલેક્ટર પોતાનું ધ્યાનકેન્દ્રીત કરે અને સમસ્યાઓ નું નિરાકરણ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
ખાતર આપવાનો સમય નીકળી જશે ત્યાર બાદ ખાતર નાખવાનો કોઈ મતલબ રહી જતો નથી અને ખેડૂતો ને પાક ઉતારા માં ખુબજ મોટું નુકસાન વેઠવાનો વારો આવશે માટે તાત્કાલિક ધોરણે આ બાબત નું નિરાકરણ કરવા માં આવે તેવી માંગ “આપ પાર્ટી” દ્વારા કરવા માં આવેલ છે. આ આવેદન પત્ર આમ આદમી પાર્ટી ના નર્મદા જિલ્લા પ્રમુખ ડૉ. કિરણ વસાવા અને સાગબારા તાલુકા ના આમ આદમી પાર્ટી પ્રમુખ એડ. યોગેશભાઈ વલવી ની આગેવાની માં આપવા માં આવ્યું.