જૂનાગઢ: કેશોદ તાલુકાના મોવાણા ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકીને હાથફેરો કર્યો.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

સોનાના દાગીના,રોકડ અને બાઈક મળીને રૂપિયા ૧,૮૩,૯૦૦/- નાં મુદામાલ ની ચોરી

કેશોદ તાલુકાના મોવાણા ગામે મસ્જિદ ની બાજુમાં આવેલ રહેણાંક બંધ મકાનમાં દરવાજા તોડી તસ્કરો ત્રાટકીને તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના રોકડ રકમ અને મોટરસાયકલ લઈને નાશી ગયાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કેશોદના માર્કેટિંગ યાર્ડ પાસે વાડીએ રહેતાં મુળ મોવાણા ગામે મકાન ધરાવતાં તૈયબભાઈ હસનભાઈ સીડા નાં બંધ મકાનમાં ગત રાત્રીના સમયે ચોર ઘુસીને લાકડાં નાં કબાટના તિજોરી નું ખાનું તોડીને ત્રણ તોલાનો સોનાનો હાર રૂપિયા ૮૪૦૦૦/-, સોનાની બુટ્ટી દોઢ તોલાની રૂપિયા ૩૬૦૦૦/- સોનાની સર ત્થા દાણો રૂપિયા ૨૮૦૦૦/- ચાંદી નાં સાંકળા ઉપરાંત રોકડા રૂપિયા ૧૫૦૦૦/- તેમજ બાજુમાં રહેતા જગદીશભાઇ ઓધવજીભાઈ હદવાણી નું બહાર પાર્ક કરેલું ડિસ્કવર મોટરસાયકલ ૨૦,૦૦૦ ની કિંમત નું મળીને કુલ રૂપિયા ૧,૮૩,૯૦૦/- ની ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. કેશોદ શહેરના નહેરૂનગર સોસાયટીમાં થયેલી રોકડ રકમ ની ચોરીનાં તસ્કરો હજુ હાથ આવ્યા નથી ત્યાં જ બીજી ચોરી થતાં હાહાકાર મચી ગયો છે. કેશોદ પોલીસ સ્ટેશન નાં પીઆઇ રાકેશ વસાવા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *