રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેખપુર ગામે આંગણવાડી બિલ્ડિંગના ઓરડા બનાવવા માટે સરકાર તરફથી 650000 છ લાખ પચાસ હજાર ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.
જે અંતર્ગત આ ઓરડો બનાવવા માટેની કામગીરી નું ખાર્ત મુહર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ના પ્રતિનિધિ રામભાઈ કરમટા શેખપુર ના સરપંચ હાસમ ભાઈ ખેભર ગ્રામ પંચાયતના ભાજપ આગેવાનોના અને આઇ.સી.ડી.એસ ના એકતા બેન પરમાર તેમજ કર્મચારીઓ તેમજ તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.