દાહોદ: સંજેલીમાં દાહોદ જિલ્લાના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા મંત્રી ગણપતસિંહ વસાવા

Dahod Latest
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ

સિંગવડમાં રૂ. ૨૪૦ લાખના ખર્ચે તૈયાર થનારા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત ૪૪૬ લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક ઔધોગિક તાલીમ સંસ્થાના ભવનનું લોકાપર્ણ.

સંજેલીમાં ૨૦૦૦ મેટ્રીક ટનની ક્ષમતાના ગોડાઉનના નવનિર્મિત ભવનનું લોકાર્પણ

અંતરીયાળ ગામના વિદ્યાર્થીઓ માટે વિવિધ કૌશલ્ય મેળવીને ઉજ્જવળ કારકિર્દીનું સ્વપ્ન સાકાર કરવામાં આર્શીવાદરૂપ બનશે આઇટીઆઇ

દાહોદ : જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ આજે જિલ્લાના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. તેમણે સિંગવડ તાલુકામાં રૂ.૨૪૦ લાખના ખર્ચે તૈયાર થનારા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યાર બાદ સંજેલી તાલુકાના અણિકા ગામે નવનિર્મિત ઔધોગિક તાલીમ સંસ્થા અને ૨૦૦૦ મેટ્રીક ટન ક્ષમતાના ગોડાઉનનું લોકાર્પણ કર્યું હતું. રાજયકક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.


મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ સૌ પ્રથમ સિંગવડ તાલુકામાં રૂ. ર૪૦ લાખના ખર્ચે તૈયાર થનારા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત હતું. ત્યાર બાદ સંજેલી તાલુકાના અણિકા ગામે અત્યાધુનિક નવનિર્મિત ઔધોગિક તાલીમ સંસ્થાનું લોકાપર્ણ કર્યું હતું. આ ઔધોગિક તાલીમ સંસ્થા રૂ. ૪૪૬.૯૧ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જેમાં ૧૧૬૭.૩૪ ચો.મી. ના ગ્રાઉન્ડ ફલોર અને ૧૧૪૦.૮૬ ચો.મી. ના ફસ્ટ ફલોર તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ ફલોર પર વર્કશોપ રૂમ નં. ૧ થી ૬, પ્રિન્સીપાલ રૂમ, વહીવટી રૂમ, સ્ટોર રૂમ, ઇલેકટ્રીક રૂમ, ટોયલેટ બ્લોકસ, વોટર કુલર રૂમ અને પ્રથમ માળે વર્કશોપ રૂમ નં. ૭ થી ૯, થીયરી રૂમ નં. ૧ થી ૮, ઓડીયો વિઝ્યુલ રૂમ, ટોયલેટ બ્લોકસ, વોટર કુલર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમ્પ, આંતરીક રસ્તાઓ, પાર્કીગ શેડ અને બગીચો તૈયાર કરવામાં આવ્યો છે.


મંત્રી શ્રી વસાવાએ આ પ્રસંગે જણાવ્યું કે, આ અત્યાધુનિક ભવન અંતરીયાળ ગામડાના વિદ્યાર્થીઓ માટે સોનેરી ભવિષ્યનું નિર્માણ કરશે. આ ઔધોગિક તાલીમ સંસ્થા વિદ્યાર્થીઓને વિવિધ કૌશલ્ય મેળવીને ઉજ્જવળ કારકિર્દીનું સ્વપ્ન સાકાર કરવામાં મોટી મદદ કરશે.
આ ઉપરાંત મંત્રી શ્રી વસાવાએ સંજેલીના અણિકા ગામે ૨૦૦૦ મેટ્રીક ટનની ક્ષમતાના ગોડાઉનના નવનિર્મિત ભવનનું પણ લોકાર્પણ કર્યું હતું. આ ગોડાઉનનું બાંધકામ રૂ. ૨૩૯.૪૫ લાખના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દાહોદે કર્યું છે.


આ પ્રસંગે ઔધોગિક તાલીમ સંસ્થા, સંજેલી ખાતે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોર,ધારાસભ્ય શ્રી રમેશ કટારા, જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રચીત રાજ, કાર્યપાલક ઇજનેર શ્રીઆર.વી. પટેલ ઉપરાંત પક્ષના અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *