રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
વડોદરા જિલ્લા એસ.ઓ.એસ પોલીસે સાવલી તાલુકાના સમલાયા નજીકથી ડુપ્લીકેટ બીડી બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી હતી નકલી બીડી મોટી સંખ્યામાં વિવિધ કંપનીના પેકિંગની ડુપ્લીકેટ બીડી પણ ઝડપી પાડી હતી કહેવાય છે બીડી એ સ્વગૅ ની સીડી ધુમ્રપાન એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ જો એ ધુમ્રપાન માં વપરાતી બીડી પણ જો ડુપ્લીકેટ હોય તો શું કરવું ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને મહેનત મજૂરી કરતા લોકોમાં હજી દેશી હાથ બનાવટની બીડીનુ ચલણ છે આ બીડી ના બજારમાં વર્ષોથી નામના ઘરાવતા કેટલાક તમાકુ ઉઘોગો નું દબદબો છે જે દબદબા અને બ્રાન્ડ ના નામનો ઉપયોગ કરી નકલી બીડી બનાવવાનું કારખાનું ઘમધમી રહ્યું હોવાની બાતમી વડોદરા જિલ્લા એ.ઓ.એસ પોલીસની ટીમને મળતા સાવલી તાલુકાના સમલાયા ગામ પાસે આવેલી કે.ઈ.સી કંપની ની બાજુમાં આવેલ શેડમાં દરોડો પાડયો હતો જે દરોડામાં પોલીસને રાજકમલ સ્પેશિરલ ટેલિફોન દેસાઈ દત્ત લંગર કંપનીની બનાવતી બીડી ની ઝુડીઓ મળી આવી હતી નકલી બીડી બનાવવાના નાનામોટા હાથ સાઘનો પણ મળી આવ્યા હતા. પોલીસે ડુપ્લીકેટ બીડીના કારખાના ના સંચાલક ઈશ્વર દોલતજી પુરોહિત રહે રાધેશ્યામ સોસાયટી સાવલી અને રંગુભાઈ રામજીભાઈ પઢીયાર રહે ઈન્દિરા કોલોની આંકલાવ ની ઘરપકડ કરી છે જ્યારે કુલ ૩,૮૭,૩૧૦ નો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો છે.