બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા ગુજરાત રાજ્યના સરદાર સરોવર બંધમાંથી પાણીનો વધુ જથ્થો છોડાતા સરદાર સરોવર બંધ ની આસપાસ આવેલા નજીકના ગામોમાં આ પાણી ફરી વળતા ગામ લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ડેમની આસપાસ ના ગામોમાં રહેતા લોકોના ઘરોમાં તેમાં ખેતરોમાં પાણી ભરાઇ જતા ભારે નુકસાન સર્જાયું છે અમુક ગામોમાં લોકોને સ્થળાંતર પણ કરવાની ફરજ પડી છે આ ઘટનાની જાણ થતાં જ તત્કાલ પ્રશાસન તંત્ર દોડતું થયું છે તેમજ નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાની જાણકારી અપાઇ છે કેટલાક ગામોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે અમુક ગામો સાથેનો સંપર્ક પણ તુટી ગયેલ છે તેમ જાણવા મળેલ છે.