રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ પીજીવીસીએલને લેખિત ફરિયાદ નોંધાવી છતાં કામગીરીમાં વિલંબ થતાં ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્ર સમક્ષ રજુઆત.
કેશોદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા સમ્રાટ શોપિંગ સેન્ટરમાં જુદા-જુદા વિજગ્રાહકોએ લીધેલાં વિજ જોડાણમાં જંકશન બોક્ષ લગાવવામાં આવેલાં ન હોવાથી ચોમાસામાં વરસાદ સાથે પવન ફૂંકાતા વીજપુરવઠો ખોરવાઈ જવો, શોટ સર્કીટ થવા ઉપરાંત સ્પાર્કીગ થતું હોય ત્યારે આરટીઆઇ કાર્યકર્તા ગોરધનભાઈ વાછાણી એ ટેલિફોનીક ફરિયાદ નોંધાવી લેખિતમાં ફરિયાદ તા.૨૧મી એપ્રિલનાં કરેલ હતી. કેશોદ પીજીવીસીએલ દ્વારા ગંભીરતા દાખવી કામગીરી હાથ ધરવામાં ન આવતાં ફરીથી તા.૧૭મી જુનનાં રોજ ફરીથી સ્મૃતિ પત્ર લેખિતમાં આપ્યો હતો. ત્યારબાદ પીજીવીસીએલ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે પરંતુ અધુરી કામગીરી અને વિલંબિત કામગીરી કરવામાં આવતાં ગોરધનભાઈ વાછાણી દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્ર રાજકોટ ઝોનલ કચેરીમાં સામુહિક ફરિયાદ નોંધાવી. વળતર મેળવવા માંગણી કરી છે. કેશોદ શહેરમાં આવેલા આંબાવાડી વિસ્તારમાં કાપડબજારમાં કાયમી ધોરણે હજારોની સંખ્યામાં લોકો અને વાહનચાલકો અવર-જવર કરતાં હોય છે ત્યારે જવાબદાર વિજ તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક કામગીરી કરવામાં આવેલ નહોતી સદનસીબે કોઇ જીવલેણ અકસ્માત સર્જાયો નથી. ત્યારે વિજ તંત્ર દ્વારા આંબાવાડી વિસ્તારમાં અમુક ટ્રાન્સફરની ફરતી સેફ્ટી ગાર્ડ લોખંડની જાળી કાઢવામાં આવી છે તે લગાવવામાં આવેશે કે કોઈ નિર્દોષ શહેરીજન અકસ્માતનો ભોગ બને પછી કામગીરી હાથ ધરવામાં આવશે તે હાલ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.