રીપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ શહેર તાલુકાના આહિર સમાજ દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યુ છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં ખેડુતોની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ ન મળતાં રાજકોટમાં ખેડુત નેતા પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં ખેત પેદાશ પીએમ ફંડમાં આપવા જતાં પોલિસ દ્વારા ખેડુત નેતા પાલભાઈ આંબલિયાની અટકાયત કરી તેમના પર જુદી જુદી કલમો લગાડી પોલીસ અધિકારીઓ દ્વારા પાલભાઈ આંબલિયાને ઢોરમાર માર મારવામાં મારવામાં આવેલ જે બનાવ લોકશાહીની હત્યા સમાન છે જે કક્ષાનું કૃત્ય કરનાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામા આવે અને પાલભાઈ આંબલીયાને ન્યાય અપાવવામાં આવે તેવી કેશોદ શહેર તાલુકાના આહિર સમાજની માંગણીછે અને જો માંગણી નહી સંતોષામ તો આહિર સમાજ ગુજરાત દ્વારા આંદોલન કરવામા આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે કેશોદ શહેર તાલુકા આહીર સમાજ અને આહીર એકતા મંચ વતી હમીરભાઈ રામ જયેશભાઇ સોલંકી ભરતભાઇ બારીયા રાજુભાઈ બોદર તથા રમેશભાઈ નંદાણીયાની ઉપસ્થિતિમાં ડે. કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યુ હતું