રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા થી વડોદરા જતા પોઈચા માર્ગની હાલત બિસ્માર વાહન ચાલકોને હાલાકી: અકસ્માતો વધવાનો ભય.
રાજપીપળા થી વડોદરા તરફ આવતા જતાં રોજના હજારો વાહન ચાલકો ગોકળગાય ની ગતિ એ વાહન હંકારવા મજબૂર.. રાજપીપળા થી વડોદરા જતા શોર્ટ કટ પોઈચા પુલ પર થી રોજના હજારો વાહનો અવર જવર કરતા હોય હાલ વરસાદમાં આ માર્ગ પર અસંખ્ય ખાડાઓ પડી જતા રોજિંદા અકસ્માતો માં વધારો થાય તેવી હાલત જોવા મળી રહી છે.
રાજપીપળા થી પોઈચા જતા માર્ગ ઉપર મસમોટા ખાડા પડી જતા વાહનો હંકારવા મૂશ્કેલ બન્યા છે સાથે સાથે મસમોટા ભુવોઓ માં વરસાદી પાણી ભરાઈ જતા ખાડા ની ઊંડાઈ કેટલી હશે તેની અંદાજ પણ ન આવતા વારંવાર વાહન ચાલકો વાહન સાથે ઊંડા ખાડા માં અટવાતા ફંગોળાઈ જતા હોય છે જેના કારણે રોજિંદા અકસ્માતો પણ વધી રહ્યા છે. ઉપરાંત ગાડીઓ ને નુકશાન પણ થઈ રહ્યું છે તો બીજી તરફ સુરત અંકલેશ્વર થઇ વાયા રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો માર્ગ રાજપારડી , ઝઘડિયા સહિતના વિસ્તારો માં ખુબજ ગંભીર પરિસ્થિતિમાં છે નાછૂટકે કોઈ એ માર્ગ ઉપરથી પસાર થાય અને હાઇવે નું કામ પણ ઘણા સમયથી અધૂરું છે અત્રે એ ઉલ્લેખનીય છે કે સરકાર દવારા દુનિયાની આઠમી અજાયબી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા માટે તમામ પ્રકારની સુવિધાઓ વિકસાવવાનું શરૂ કર્યું છે કેવડિયા થી વડોદરા રેલ માર્ગ નું કાર્ય પ્રગતિ હેઠળ છે આગામી સમય માં હવાઈ માર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને મુખ્ય શહેરો સાથે જોડવામાં આવનાર છે ત્યારે હજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા માર્ગના ઠેકાણા નથી રસ્તાઓની આટલી ખરાબ હાલત છે ત્યારે દુનિયા ની આઠમી અજાયબી ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોવા આવનાર પ્રવાસીઓમાં નર્મદા જિલ્લાનું વહીવટી તંત્રના વાંકે સારી છાપ છૂટે તેમ જણાતું નથી વળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ડ્રિમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા માર્ગો ને સુવ્યવસ્થિત રાખવા તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ પણ લાગી રહ્યું છે તંત્ર દ્વારા આ માર્ગ નું સત્વરે સમારકામ કરાય તેવી લોકમાંગ ઉઠી છે.