રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
સેવા ૨૪ કલાક તેમજ ૩૬૫ દિવસ કાર્યરત ખિલખિલાટ, મહિલા અભ્યમ ૧૮૧ અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ના કર્મચારીઓ છેલ્લા ૬૦ દિવસ થી દિવસ અને રાત જોયા વગર ૨૪ કલાક લોકોના જીવ બચાવવા માટે કાર્યરત છે અને તેમનો માત્ર એક જ સંકલ્પ છે માનવ જીવન બચાવવું. અને આ કોરોનાની મહામારીમાં લોકોની વહારે આવવું તેવા જ સાહસિક કર્મચારીઓનું આજે પાઇલોટ ડે નિમિત્તે અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લાના પ્રોગામ મેનેજર ચેતન સાહેબ ગાધે તેમજ જિલ્લા અધિકારી યોગેશ જાની, અમાનત અલી નક્વી, દ્વારા સ્ટાફને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ સાથો સાથ અમરેલી જિલ્લામાં કોરોનાની મહામારી બેસ્ટ અને સારી કામગીરી બદલ કોરોનાની મહામારીમાં ૧૦૮ ઇમરજન્સી સેવા તેમજ ખિલખિલાટ, મહિલા અભ્યમ ૧૮૧ અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ના કર્મચારીઓને કોવિડ -૧૯ કોરોના વોરીયર્સ ના બેજ લગાવીને સન્માન કરાયું હતું અને તેઓની કામગીરીને બિરદાવી હતી.