રિપોર્ટર :અંકુર ઋષી રાજપીપળા નર્મદા
કનીશભાઈ વાઘેલા દ્વારા રન ફોર યુનિટી તેમજ રન ફોર fit india ના વિચાર સાથે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે ભરૂચ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 100 કિલોમીટર ની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 71 જેટલા દોડવીરોએ ભાગ લીધો છે.
લોક લાડીલા પ્રધાનમંત્રી ના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ મેરેથોન ને namothon નામ આપવામાં આવ્યું છે.
તારીખ 16 સપ્ટેમ્બરના રોજ સવારે 6:00 થી ભરુચ મુકામે થી શરૂ થયે namothon 17 સપ્ટેમ્બરે આશરે 100 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર વલ્લભભાઈ પટેલ ને પુષ્પાંજલી અર્પણ કરી હતી.