જૂનાગઢ: કેશોદના સરકારી દવાખાને બેદરકારી નો ભોગ નિર્દોષ આધેડ બન્યા.

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

ઈજાગ્રસ્ત આઘેડને એમ્બ્યુલન્સ નો ડ્રાઈવર હાજર ન હોવાથી સમય વેડફાતા મોતને ભેટ્યા..

સરકારી દવાખાનામાં મહિલા કર્મચારી નો મીડિયા કર્મીઓ પર હુમલો કરતાં પોલીસ ફરિયાદ..

કેશોદના અગતરાય રોડ પર આવેલા બાયપાસ પાસે માણેકવાડા ગામના રામભાઈ નાગદાનભાઈ પાચલીયા ને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારી નાસી જતાં ઈજાગ્રસ્ત આઘેડને ૧૦૮ દ્વારા કેશોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરવાનાં હોય સરકારી એમ્બ્યુલન્સ નો ડ્રાઈવર વીસેક મિનિટ સુધી હાજર ન થતાં ઈજાગ્રસ્ત આઘેડ નાં પરિવારજનો એ હોબાળો મચાવ્યો હતો ત્યારે કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓ સામે ફરજ પરનાં મહિલા કર્મચારી એસ એન બાલાસરા દ્વારા ભુંડી બિભત્સ શબ્દો બોલી ચપ્પલ વડે હુમલો કરી કેમેરા આચકવાનો પ્રયત્ન કર્યો હતો.

કેશોદ સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત આઘેડ રામભાઈ નાગદાનભાઈ પાચલીયા ને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં ત્યારે રસ્તામાં જ મૃત્યુ નીપજયું હતું. કેશોદ સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સ નાં ડ્રાઈવર અને મહિલા કર્મચારી ની બેદરકારી નો ભોગ નિર્દોષ આઘેઙ બન્યા છે. કેશોદના મિડિયા કર્મીઓ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી કેશોદ સરકારી દવાખાનામાં ફરજ બજાવતા મહિલા કર્મચારી એસ એન બાલાસરા વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે.

કેશોદ નાં દિવ્યભાસ્કર અને ગુજરાત ન્યુઝ ચેનલ નાં પત્રકાર પ્રવિણભાઇ કરગીયા અને અબતક ન્યૂઝ ચેનલ અને નૂતન સોરાષ્ટ્ર નાં પત્રકાર જયભાઈ વીરાણી સાથે બિભત્સ ગાળો ભાંડી અને ચપ્પલ વડે માર મારી મારાં વિરુદ્ધ સમાચાર કે ફોટા છાપ્યા તો ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપી હતી.‌ કેશોદ સરકારી દવાખાનામાં વર્ષોથી અડ્ડો જમાવીને બેઠેલા રાજકીય વગ ધરાવતા કર્મચારીઓનો અભદ્ર ભાષાનો પ્રયોગ અને મનમાની ને કારણે સરકારી દવાખાનામાં કાયમી ધોરણે દર્દીઓ ને હેરાનગતિ થતી હોય છે ત્યારે ભાવનગર વડી કચેરીએ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ભરવામાં ન આવતા આવાં માથાભારે કર્મચારીઓ ને છુટો દોર મળી જાય છે. કેશોદ સરકારી દવાખાનાને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવીને આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે ત્યારે સરકારી દવાખાનામાં શિસ્ત અને અંનુશાશન નું પાલન કરવા પગલાં ભરવામાં આવશે નહીં તો આવનારાં દિવસોમાં વધું નિર્દોષ વ્યક્તીઓ ને જીવ ગુમાવવાનો વારો આવશે તો જવાબદારી કોની રહેશે. કેશોદ પોલીસ દ્વારા સરકારી દવાખાનામાં ફરજ બજાવતા મહિલા કર્મચારી વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *