રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
વિશ્વમાંજ્યારે કોરોના વાયરસની મહામારીથી ત્રસ્ત છે, તેવા સમયે ભારતની પાંચ હજાર વર્ષ કરતા પણ જૂની ચિકિત્સા પદ્ધતિ એટલે કે, “આયુર્વેદ”માં આ મહામારી “કોરોના” જેવા રોગો માટે ઘણી કારગર ચિકિત્સાનું વર્ણન કરવામાં આવ્યું છે.
હળવદ માં આર.સી.સી.સિનિયર સીટીઝન ક્લબ ઓફ હળવદ અને સરકારી આયુર્વેદ દવાખાના, હળવદના ડૉ. વડાવીયા સાહેબના સાથ અને સહકારથી વર્તમાન સમયમાં ફેલાયેલા કોરોના વાઈરસ સામે રક્ષણ આપતા અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારતા અમૃતપેય ઉકાળા વિતરણનું આયોજન હળવદના ધ્રાંગધ્રા દરવાજા બહારકરવામાં આવ્યું. દૈનિક ૮૦૦ થી ૯૦૦ વ્યક્તિઓને કોરોના પ્રતિકારક માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.જેમાં આયુષ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ ગળો, અશ્વગંધા, દશમૂળ, ત્રિકટુ, શીતોપલાદિ, હળદર અને સૂંઠ જેવી ૪૮ અમૂલ્ય અને અલૌકિક ઔષધિઓનું સંમિશ્રણ કરવામાં આવેલ છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને કોરોના જેવા રોગો સામે રક્ષણ મળે તેવા ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જનસામાન્યમાં રોગપ્રતિકારક શકિત વધારવામાં આયુર્વેદની મહત્વની ભુમિકા રહેલી છે. આ ઉપરાંત જાહેર જનતાને આ ઉકાળા લાભ મળી શકે તે માટે હળવદના ધ્રાંગધ્રા દરવાજા બહાર તા:૨૦/૭/૨૯ થી ૨૪/૭/૨૦ દરમિયાન પાંચ દિવસ માટે સવારે ૮ થી ૧૦ ના સમયમાં કરવામાં આવતું હતું.