રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
સંતરામપુર ટ્રાફિક પોલીસ જોડે ઝપાઝપી કરી હું કલેકટરથી પણ ગભરાતો નથી તેમ કહી સસ્પેન્ડ કરાવવાની ચીમકીઓ ઉચ્ચારી
પોતાની સાથે અણછાજતું અને અપમાનિત કરનાર આરોપીઓ પ્રત્યે સંતરામપુર પોલીસનું કુણું વલણ : આરોપી વિરુદ્ધ મો.વ્હી. એક્ટ કલમ હેઠળ ગુનો દાખલ
લુણાવાડા બ્રાઈટ સ્કુલ, શીતલ નર્સિંગ કોલેજ અને બ્રાઈટ ડે સ્કુલના સંચાલક કેયુર પટેલે સંતરામપુરમાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ટ્રાફિક પોલીસ જોડે ઝપાઝપી કરી હું કલેકટરથી પણ ગભરાતો નથી તેમ કહી સસ્પેન્ડ કરાવવાની ચીમકીઓ ઉચ્ચારી ધમાલ મચાવી હોવાના બનાવમાં પોતાની સાથે અણછાજતું અને અપમાનિત કરનાર આરોપીઓ પ્રત્યે સંતરામપુર પોલીસનું કુણું વલણ જોવા મળતાં સમગ્ર જિલ્લામાં તેના ઘેરા પ્રત્યાઘાત પડેલ છે અને પોલીસ માત્ર રાજકીય વગ ધરાવનારાઓની ને માલેતુજારોની હોય તેવા અહેસાસ જિલ્લાની ને તાલુકાની પ્રજામાં ઊભો થયો જોવાય છે.
સંતરામપુર નગરમાં ગોધરા ભાગોળ ચાર રસ્તા ઉપર સાંજના આશરે સાડા પાંચ કલાકના અરસામાં એક એક્ટિવાને લુણાવાડાના કાર ચાલક વચ્ચે ટ્રાફિક પોલીસે ગાડી ઉભી રાખવતા પોલીસ જોડે તું મેં મેં અને ઝપાઝપી ની ઘટના ઘટેલ હતી ને આ ઘટના ઘટતા ઘટનાસ્થળે મોટું લોકટોળું ભેગું થઈ ગયેલ અને ઉગ્ર વાતાવરણ જોવા મળતું હતું. આ ઘટનામાં ટ્રાફિક પોલીસ સ્ટાફ જોડે અઘટિત વર્તન કરી અને પોલીસનો મોબાઈલ પણ લઈ આ ગેરવર્તણૂક કરનાર સ્થળ ઉપરથી જતા રહેલ હતાં અને ઘટનાની જાણ સંતરામપુર પોલીસ મથકે થતાં પોલીસનો કાફલો દોડી આવેલને પોલીસ સામે પણ અપમાનિત કરતુ વર્તન કરનારાને શોધવા પોલીસ વાહનોનો ધમધમાટ શરુ થયો. આ ધમાલ કરનારાઓને પોલીસે પ્રતાપપુરા સુકી નદી નજીક આવેલ એક મકાનમાંથી પકડી ગાડી સાથે પોલીસ મથકે લઇ આવેલ અને પોલીસ મથકમાં પોલીસ જોડે અઘટિત વર્તન કરનારાઓ સામે પોલીસનો કડક કાર્યવાહીનો સૂર જણાતો હતો. આ ગંભીર ઘટના અંગે સંતરામપુર પોલીસે રાત્રે કલાક ૨૦:૧૫ વાગે મોટર વ્હીકલ એક્ટ ની કલમ ૧૮૫ મુજબ આરોપી સંજય દિલીપભાઈ પટેલ રહે. ચેનપુર તાલુકો .લુણાવાડા નાઓ વિરુદ્ધ પ્રોહીબીશન પ્રતિબંધક એરિયામાં ગેરકાયદેસર રીતે આરોપી સંજય પટેલે તેના કબજાની નં. જીજે ૦૬ એપી ૨૧૮૫ના સ્ટેયરીંગ ઉપર નશો કરેલી હાલતમાં રોડ ઉપર આમતેમ ચલાવી લાવી ગાડી સાથે પકડાઈ જાઈ ગુનો કર્યાનો ગુનો નોંધી સંતોષ માનેલ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે પોલીસે આ આરોપી સંજય પટેલને ૧૭/૦૬/૨૦૨૦ ના રોજ સાંજના ૧૭: ૪૫ કલાકે એરેસ્ટ કરેલ બતાવેલ છે અને રાત્રે ૨૦:૧૫ કલાકે ગુનો જાહેર કરેલ બતાવે છે.
આમ જો આરોપીને સાંજે બનાવના દિવસે ૧૭:૪૫ કલાકે અટક બતાવેલ તો પછી ટ્રાફિક નો મેમો આપ્યા પછી આરોપી અને તેની સાથેના ને પોલીસ મથકમાંથી જવા દીધેલ અને ત્યાર બાદ ફરી કોના કહેવાથી પરત લવાયા તે એક તપાસનો વિષય ઉદ્ભવેલ છે. સંતરામપુર પોલીસ મથકના સીસી ટીવી ફુટેજ અને ગોધરા ભાગોળ ચોકડી પાસેના સીસીટીવી ફૂટેજ મેળવીને ઉચ્ચ કક્ષાએથી આ ગંભીર ઘટનાની તલસ્પર્શી તપાસ કરાવે તેવી માંગ ઉઠી છે. સંતરામપુરમાં ફરજ બજાવતા ટ્રાફિકનો સ્ટાફને આ ઘટનાના ફરિયાદીની કામગીરી સામે ને ભેદભાવ ભરેલી નીતિરીતિ સામે નગરની પ્રજા અને ગ્રામ્ય પ્રજામાં પણ ભારે રોષ જોવા મળે છે. આ ઘટનામાં પોલીસે કોઈક અગમ્ય કારણોસર પકડેલ લુણાવાડાના કેયુર પટેલ ને અન્યોને ટ્રાફિક ને લગતો મેમો આપીને જવા દીધેલ હતા અને પોલીસ નો મોબાઈલ આરોપીએ પરત આપેલ જોવા મળતો હતો. આમ પોલીસ જોડે અઘટિત વર્તન કરનારા આરોપીઓની સામે ને પોલીસનો મોબાઇલ લઇ નાસી જનારા સામે સંતરામપુર પોલીસનું કુણું વલણ આપનાવીને કોઈ સખત કાર્યવાહી નહીં કરતા સમગ્ર જિલ્લામાં તેના ઘેરા પ્રત્યાઘાત પડેલ છે.