રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
સર્વ જ્ઞાતિના માટે અન્યાય સામે લડતા અડીખમ યોદ્ધા બામસેફ સાથે જોડાયેલા સમાજ સેવક અને જાણીતા વકીલ સ્વ રણવીર ભાઈ દેસાઈ ને શ્રદ્ધાંજલિ કાર્યકમ માંગરોળ મુરલીધર વંડી ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આગેવાનો દ્વારા સ્વ. રણવીરભાઈ એ કરેલી કામગીરી અને એલ આર ડી પરિક્ષા મુદ્દે આપેલી લડત ની વાતોને વાગોળી હતી અને પ્રથમ બે મિનીટનું મોન પાળી પુષ્પ અર્પણ કરી અને શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી..
આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત પ્રમુખ સેજા ભાઈ કરમટા, માનખેત્રા સરપંચ કાનાભાઈ વડલી, તાલુકા રબારી સમાજ પ્રમુખ દાના ભાઈ ખામભલા કાનભાઈ ચાવડા એડ્વોકેટ વરજંગ શામરા મહેશ મકવાણા ગોગનભાઈ રબારી સહિત આગેવાનો એ હાજરી આપી હતી.