કેશોદના યુવાને પ્રમાણિકતા દાખવી મળેલું પાકીટ મુળ માલીકને પરત આપ્યું.

Junagadh Latest

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ 

કેશોદના શરદ ચોક વિસ્તારમાંથી પાકિટ મળતા તેમાં એટીએમ કાર્ડ અન્ય ઓરીજનલ ડોક્યુમેન્ટ રોકડ રકમ સાથે મળી આવેલ જે મુળ માલિકને સોંપી માનવતા મહેકાવી. જુદી જુદી બેંકોના એટીએમ કાર્ડ ડ્રાઈવીંગ લાયસન્સ આધાર કાર્ડ પાન કાર્ડ સહીતના ડોક્યુમેન્ટ કઢાવવા માટે ચાર્જ ચુકવવા સાથે કચેરીઓના અનેક ધક્કા ખાવા પડેછે ત્યારે બેંકના એટીએમ કાર્ડ અન્ય ડોક્યુમેન્ટ અને રોકડ રકમ સહીતનું પાકિટ એક યુવાનને મળી આવેલ હતુ. વિગતવાર વાત કરીએ તો કેશોદના લાયન નેચરલ રેસ્કયુ ટીમના યુવાન હાર્દિકભાઈ રાવલીયા ગત રાત્રે રેસ્કયુ કરીને પરત આવી રહ્યાં હતાં ત્યારે માંગરોળ રોડ શરદચોક વિસ્તારમાં રોડ પર બિનવારસી એક પાકીટ પડેલું હતું. જે લાવીને પત્રકાર નરેશભાઈ રાવલીયાને હકીકતની જાણ કરી હતી. જેથી નરેશભાઈ રાવલીયાએ મુળ માલીકને પરત આપવા માટે ફોટા સાથે વિગત સોશ્યલ મીડિયામાં શેર કરતાં નગરપાલિકાનાં કર્મચારી દેવેન્દ્રભાઈ માવદીયા નુ હોય જેઓને જાણ થતાં  ખાત્રી આપતાં તેમને પાકિટ પરત સોપ્યું હતું. નગરપાલિકા કર્મચારીનુ  પાકીટ  માંગરોળ રોડ પર પડી ગયેલ જેમાં બેંકનાં એટીએમ કાર્ડ, જરૂરી દસ્તાવેજો અને રોકડ રકમ હતી. જે લાયન નેચરલ રેસ્કયુ ટીમના યુવાન હાર્દિકભાઈ રાવલીયાએ પરત આપી પ્રમાણિકતાને જીવંત રાખવા બદલ બિરદાવી અભિનંદન આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *