રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
ભારત અને ચીનના સંબંધોમાં ચાલી રહેલા તણાવની વચ્ચે હવે મંગળવારે એક ખુની ખેલા ખેલાઇ ગયો. ગલવાન ઘાટીમાં બન્ને દેશોની સેનાઓ આમને સામને આવી ગઇ અને ઝપાઝપી થઇ, આ ઝપાઝપીમાં ભારતીય આર્મીના 20 જવાન શહીદ થઇ ગયા. જવાનોની આ શહીદી પર દેશના લોકો પણ તેમની આ કુરબાનીનો નમન કરી રહ્યાં છે.
પૂર્વ મંત્રી જ્યંતી કવાડિયા દ્વારા પત્ર લખી શ્રદ્ધાંજલિ આપી છે. જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની. તેમને દેશ અને અમારી રક્ષા માટે જીવની બાજી લગાવી દીધી.
આ ઉપરાંત પત્ર લખ્યું કે ગલવાન ઘાટીમાં થયેલી અમારી બહાદુર જવાનોની શહીદીથી એકદમ દુઃખી છું. રાષ્ટ્ર માટે તેની અમૂલ્ય સેવા માટે અમે સદાય તેમને ઋણી રહીશું. શહીદોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. દેશની સુરક્ષા માટે આપવામાં આવેલી આ શહીદીના અમે ઋણી રહીશું.