રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
ગુજરાત રાજ્યના માનનીય ડી.જી.પી.શ્રી નાઓ તરફથી ગેરકાયદેસર હથિયારોની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સુચનાઓ કરવામાં આવેલ હોય જે અનુસંધાને અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિરીક્ષકશ્રી ડી.બી.વાઘેલા સાહેબ અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ નાઓની સુચના તથા ના.પો.અધિ.શ્રી પી.ડી. મણવર સાહેબનાઓના માર્ગદર્શન મુજબ આજરોજ તા.૧૬/૦૬/૨૦૨૦ ના રોજ અમો પોલીસ ઇન્સપેકટર સી.બી.ચૈાહાણ તથા સ્ટાફના માણસો એ.એસ.આઇ સુરેન્દ્રસિંહ તથા અ.લો.ર રાજેન્દ્રસિંહ તથા અ.લો.ર વિષ્ણુંભાઇ સાથે કોવીડ-૧૯ અનુસંધાને વિઠ્ઠલાપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન માહિતી આધારે ઉઘરોજ ગામની સીમમાંથી દાદુજી રતનજી ઠાકોર રહે. ઉઘરોજ તા. માંડલ જિ. અમદાવાદ વાળાને એક દેશી હાથ બનાવટની મઝલલોડ જામગરી બંદૂક કિ.રૂા. ૫૦૦૦/- ની ગેરકાયદેસર રીતે પોતાના કબજા ભોગવટામાં વગર લાયસન્સે રાખેલ હાલતમાં પકડી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.