બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
કેવડિયા કોલોની ના ૨૬ વર્ષીય યુવાન દિનેશ એન બારીયા કોરોના પોઝિટિવ આવતા રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ગામનો ૨૬ વર્ષીય યુવાન કોરોના પોઝિટિવ મળી આવ્યો છે આ યુવાન ગત ૦૭/૦૬/૨૦૨૦ ના રોજ સુરત થી કેવડિયા કોલોની આવ્યો હતો અને ગતરોજ ૧૭ સેમ્પલ ચકાસણી માટે મોકલેલા હતા તેમાંથી કેવડિયા કોલોની ના ૨૬ વર્ષીય યુવાન દિનેશ એન બારીયાનો રીપોર્ટ આજે પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર માં દોડધામ મચી છે હાલ નર્મદા જિલ્લામાં કુલ કોરોના ૧૦ દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.લોકડાઉન ના પ્રથમ ચરણ માં એક સાથે ૧૨ કેસ આવ્યા બાદ નર્મદા જિલ્લા માં કોરોના ના વધુ કેસો આવતા ન હતા હોવી અનલોક ૧ માં નર્મદા જિલ્લામાં પણ કોરોનાએ માથું ઉચકયું છે
મળતી માહિતી મુજબ આજરોજ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે એસઆરપી ગ્રુપ 18 માં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે જે દર્દીનું નામ દિનેશભાઈ એન્ બારીયા છે જે સુરત ખાતે કોવીડ-૧૯ બંદોબસ્ત માં ગયા હતા અને ત્યાંથી સાતમી જૂન ના રોજ બંદોબસ્ત પૂર્ણ કરીને કેવડીયાકોલોની એસઆરપી ગ્રુપ માં પરત ફર્યા હતા ત્યારબાદ તેઓને એસ.આર.પી ગ્રુપ ની લાલ બિલ્ડિંગમાં કોરનટાઇન કરવામાં આવ્યા હતા આ કોરોનટાઈન દરમ્યાન એસ.આર.પી ગ્રુપ દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે સો જેટલા જવાનો તાલીમ લેતા હતા તેવી લોક ચર્ચાએ પણ જોર પકડ્યું છે કોરોના પોઝિટિવ દર્દી દિનેશભાઈ એન બારીયા કે જે સી કંપનીમાં ફરજ બજાવે છે અને તેઓની તાલીમ ગત ૧૬મી જૂન ના રોજ પૂર્ણ થઈ હતી તેમ જાણવા મળે છે તારીખ ૧૬મી જૂન ના રોજ દિનેશભાઈ એન બારીયા નો સેમ્પલ લેવામાં આવ્યો હતો જે ઓ નો રિપોર્ટ આજે ૧૭ મી જુનના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળેલ છે એસઆરપી ગ્રુપ માં કોરોના પોઝિટિવ નોંધાતા અન્ય જવાનોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે જાણવા મળેલ છે કે જે સમયે એસઆરપીના જવાનો ની તાલીમ ચાલી રહી હતી તે સમયે કોઈપણ પ્રકારનો સોશ્યિલ ડિસ્ટન્સ નું અંતર પણ જળવાતું ન હતું એક તરફ કોરન્ટાઇન કરવામાં આવ્યા હતા અને આજ કોરન્ટાઇન દરમિયાન બીજી તરફ આ જ લોકોને તાલીમ અપાઈ રહી હતી જ્યારે આ તાલીમ ચાલી રહી હતી તે વખતે અન્ય એ ઈ એચ.ક્યુ કંપનીના આશરે 300 જવાનોને વર્કિંગ કામ પણ સમૂહમાં કરાવવામાં આવતું હતું તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે તથા અધિકારીઓ દ્વારા ત્રણ ટાઈમ સામૂહિક હાજરી પણ લેવામાં આવતી હતી જેમાં સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન પણ ન થતું હોવાની બૂમો ઊઠી હતી.