રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
સોલગામ ખાતે પિતા-પુત્રને કોરોના પોઝીટીવ
વિશ્વભરમાં કોરોના વાયરસથી ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે જેને લઈને વૈશ્વિક મહામારી વચ્ચે ભારત દેશ પણ ઝઝૂમી રહ્યો છે. ત્યારે હવે ભારતમાં પણ કોરોના કેસનો આંકડો લાખોની સંખ્યામાં પહોંચી ગયો છે. ભારતમાં મહારાષ્ટ્ર અને ગુજરાતની પરિસ્થિતિ ખુબજ નાજુક છે ગુજરાત ભારતમાં બીજા ક્રમે રહ્યું છે ત્યારે હવે રાજ્યમાં કોરોના વાઈરસનો આંકડો 24 હજારને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોનાથી ખતરામાં હોય તો તે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર છે. આજે અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકામાં વધુ 4 પોઝીટીવ કેસ નોંધાયા હતા. માંડલ તાલુકાના સોલગામમાં એકજ પરિવારના બે સભ્યો પિતા અને પુત્રને કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. ત્યારે માંડલ તાલુકાના શેર ગામે એક 45 વર્ષના પુરૂષ તેમજ વિઠલાપુરની બાજુમાં આવેલ જેસંગપુરા ગામે પણ એક 48 વર્ષીય પુરુષને કોરોના પોઝીટીવ નોંધાયો હતો. આમ આ ચારેય દર્દીઓના ઘરે આરોગ્ય તંત્ર, પોલીસ અને 108 ટીમ પહોંચીને તેમના ઘરો,સોસાયટી-નાકાઓ સેનીટાઈઝ કરાયું હતું. આ તમામ દર્દીઓને 108 મારફતે સારવાર અર્થે સોલા સિવિલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.