રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
એક બાજુ અમરેલીમાં કોરોના પોઝિટિવ કેસો સતત વધતા જાય છે. તો બીજું અમરેલી જિલ્લામાં સતત 6 દિવસ થી મેઘમહેર ચાલુ છે. ત્યારે અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે રાત્રે ૦૮:૧૩ કલાકે ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત થઈ ગયા છે. અમરેલી જિલ્લામાં અમરેલી શહેર, વડિયા, બગસરા કુંકાવાવ, ધારી, સાવરકુંડલા, ટીબી સહિતના ગામોમાં ભૂકંપનો આંચકો આનુભવાયાનું જાણવા મળી રહ્યું છે. અચાનક ધરા ધ્રુજતા લોકો ઘરની બાહર નીકળીને દોડીને ખુલ્લા મેદાનમાં આવી ગયા હતા. અમરેલી જિલ્લાના અમુક ગામડાઓમાં વરસાદી વાતાવરણમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા.