રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલા જાફરાબાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી. હાલમાં ચાલતા આરોગ્ય લક્ષી ડોર ટુ ડોર તપાસણી અને રેપિડ એન્ટીજન ટેસ્ટ વધારવા મેડીકલ ઓફિસર સાથે વિગતે ચર્ચા કરી. આ ઝુંબેશમાં લોકોનો સહકાર આવશ્યક છે. તાવ, શરદી, ખાંસી શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઈ પણ લક્ષણો હોય તો તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવી લેવા વિનંતી છે. શરીરમાં રહેલ વાઇરસ ની તુરંત જાણકારી મળે તો જાનહાનિ અટકાવી શકાય અને વાઇરસને ફેલાતો રોકી શકાય. લક્ષણો વગરના પોઝિટીવ વ્યકિતને હોમ આઇસોલેશનમાં રહેવા પરવાનગી આપવામાં આવે છે. ખોટી માન્યતાઓ અને અફવાઓથી સચેત-સાવધ રહેવા અનુરોધ કર્યો હતો.