રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં ઉટ્વાળા રોડ ઉપર કારગીલ ગગ્લાથી કાંતિ દાદાના ઘર સુધી રૂ.૫ લાખનો 14 માં નાણાં પંચની ગ્રાન્ટ માંથી તથા કાંતિ દાદા ના ધરથી મહંમદ જોખીયા ના ઘર સુધી બલોક પેવિગ નો રોડ 14 માં નાણાં પંચની ગ્રાન્ટ નો રોડ રૂ.5 લાખમાં તથા ભૂગર્ભ ગટર કાંતિ દાદાના ઘર થી મહંમદ જોખિયા ના ઘર સુધી રૂ ૫. લાખ 14 માં નાણાં પંચની ગ્રાન્ટ માંથી જે બનાવવામાં આવેલા ત્રણ કામના રૂ.15 લાખ જે કામો કરવામાં આવ્યા છે. તે પ્લાન એસ્ટીમેન્ટ મુજબ મટીરીયલ નાખવામાં આવ્યા નથી. તેમજ બંને સાઈડમાં 20mmનું cc હોય એમની જગયા એ રેતી થી વાટા કરેલા છે. અને જે આ રોડ બનાવવામાં આવ્યો છે. તેમાં ખાડા પડી ગયા છે.
તેમજ રોડ માંથી બ્લોક પણ નીકળી ગયા છે. તેમજ ભૂગર્ભ ગટરનું કામ કરવામાંઆવ્યું હતું , તેમાં કુંડી જે નિયમ પ્રમાણે 12 આવે છે.પરંતુ 4 થી 5 જ બનાવવામાં આવી છે. અને કામના બીલો પણ તૈયાર થઇ ગયેલા છે. જેથી કરીને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી ગ્રામ જનોની વિનંતી છે