નર્મદા: આજે વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી ના ભાગરૂપે રાજપીપલા રાજનગર- રો સોસાયટીમાં રક્તદાન કેમ્પ યોજાયો.

Latest Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા

જેમા વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણીના ભાગરૂપે રાજપીપલા ખાતે રાજનગર રો હાઉસિંગ સોસાયટીના રહીશોએ સામૂહિક રીતે રક્તદાન કરી 20 જેટલા યુવાનો તથા મહિલાઓએ પણ સમૂહ મા રક્તદાન કરી રેડક્રોસ ડે ની ઉજવણી કરી હતી .

રાજનગર સોસાયટી મા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજપીપલા,જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલા અને જયભોલે ગ્રુપ રાજપીપલા ના ઉપક્રમે યોજાયેલ આજની આ રક્તદાન શિબિર નો મુખ્ય ઉદેશ્ય એ પણ હતો કે રાજપીપળાની રાજનગર રો હાઉસિંગ સોસાયટીના બે રહીશો પૈકી કલમભાઈ વસાવા ના પત્ની તથા જય ભોલે ગ્રૂપ ના સભ્ય ધર્મેશભાઈ માછીની જન્મ તિથિ પણ હતી ત્યારે હાલ ચાલી રહેલા કોરોના ના કપરા સમય માં પછાત અને આદિવાસી નર્મદા જિલ્લામાં રક્ત ની જરૂરિયાત સામે રક્તદાન ખુબજ ઓછું થાય છે ત્યારે અહીંના રહીશોએ આ રક્ત જરૂરિયાત વાળા દર્દીઓનેલોહી કામ લાગે તે હેતુ થી રક્તદાન કર્યુંહતુ . ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદાના ચૈરમેન પ્રિ.એન.બી.મહિડાએ જણાવ્યું કે આ કપરા સમય માં રક્તની ખુબજ અછત રહે છે . અને જિલ્લા માં રક્તદાન અંગે જાગૃતિ ખુબજ ઓછી છે ત્યારે આજે આ રક્તદાન શિબિર દ્વારા જરૂરિયાતોને પુરતુ રક્ત ઉપલબ્ધ કરી શકાશે

આ પ્રસંગે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ જ્યોતિબેન જગતાપે જણાવ્યું કે અમે નિયમિત રકતદાન કરીએ છે.અને રકતદાન નિયમિત કરવાથી સ્ફૂર્તિ અને તંદુરસ્તી જળવાઈ રહે છે.જેથી બધા લોકોએ નિયમિત રકતદાન કરી જરૂરિયાત વાળા ને રક્ત પહોંચાડવામાં મદદ કરવી જોઈએ.તેમણે રાજનગર રો સોસાયટી ના રહીશોને કોરોના કપરા કાળમા રક્તદાન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા .જયારે આયોજક એવા જય ભોલે ગ્રુપ ના પ્રમુખ કલમ ભાઈ વસાવા એ જણાવ્યું કે દર વર્ષે અમે આજની તારીખે રક્તદાન શિબિર રાખી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા ને સહકાર આપીશું.

આ પ્રસંગે તમામ રક્તદાતા ઓને બ્લડ ગ્રૂપ કાર્ડ , પ્રમાણપત્ર આપી તથા ફુલોથી વધાવી કોરોના વોરિયર્સ તરીકે તેમને પુષ્પવર્ષાથી વધાવી તેમનુ સન્માન કર્યુ હતુ .આ પ્રસંગે રક્તદાતાઓને માસ્ક અને બિસ્કિટનુ વિતરણ પણ કરાયુ હતુ આ પ્રસંગે ડો .જે એમ જાદવ , રેડક્રોસ સોસાયટી ના સદસ્ય ભરત વ્યાસ , દીપક જગતાપે પણ પ્રાસંગિક પ્રવચન કરી રક્તદાન નુ મહત્વ સમજાવી વધુ મા વધુ લોકોને રક્તદાન કરવાની અપીલપણ કરી હતી .ભરતભાઈ વ્યાસે સમગ્ર કાર્યક્રમ નુ સફળસંચાલન કર્યુ હતુ.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *