સુરતમાં પીપલોદ પાસે આવેલ ઇસ્કોન મોલ ની બહાર ગાડીનું ટાયર ફાટતાં ગાડી ડિવાઈડર સાથે અથડાતા ગાડીને ભારે નુકસાન.

surat
રિપોર્ટર: વિક્રમ સાંખટ

સુરતમાં પીપલોદ રોડ પાસે આવેલ ઇસ્કોન મોલ ની બહાર અને રાજહંસ સિનેમા ની સામે ના રોડ પર ગાડીનું આગળના જમણું ટાયર ફાટતા ગાડી ને ભારે નુકસાન થવા પામ્યું છે ગાડી ચાલક મગદલ્લા પોર્ટ થી ઘરે રિટર્ન થતી વખતે ગાડીના આગળના જમણા ટાયરમાં ભારે હવાનું દબાણ થી કે ટાયર માં એર આવવાથી ટાયર ફાટ્યું હતું અને આ ટાયર ફાટવાની સાથે ગાડી ડિવાઈડર સાથે અથડાતા બે થી ત્રણ પલટી મારી ૨૫ થી ૩૦ ફૂટ નાં અંતર સુધી ગાડી ઘસડાઈ હતી અને ત્યાંથી અવર જવર કરતા લોકોએ ગાડીના માલિકને ગાડી માંથી બહાર કાઢ્યા અને લોકોએ ગાડી સાઈડ પર લીધી હતી ગાડીના માલિક ને કોઈપણ પ્રકારની ગંભીર ઈજા થઈ ન હોતી અને ગાડીના માલિકનું કહેવું છે કે મારી પત્ની ની દુઆ થી હું બચી જવા પામ્યો છું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *