રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
નર્મદા જીલ્લા નાંદોદ કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપની કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના શાસનમાં છેલ્લા 15 દિવસ દરમ્યાન ભાજપ સરકારે પેટ્રોલના ભાવમાં રૂપિયા 8 અને, ડીઝલમાં રૂપિયા 9નો વધારો કર્યો છે. કોવિડ-૧૯ મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે. એવા સમયે મોંઘવારીનો માર અસહ્ય બન્યો છે. આ અસહ્ય પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે વિરોધ વ્યક્ત કરવા બુધવારના રોજ બપોરે 12:30 કલાકે વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યુ હતું. એમાં કાર્યકરોએ તેમજ પ્રદેશ સમિતિના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્ય , નર્મદા જિલ્લાના વિવિધ સેલ ના ચેરમેનશ્રીઓ તેમજ, યુવા કોંગ્રેસ ટીમ, યુથ કૉગ્રેસ સેવાદળના કાર્યકરો, મહિલા કોંગ્રેસના હોદ્દેદારો, કોંગ્રેસના તમામ આગેવાનો હાજર રહ્યા હતા.