રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ માં અમુક વેપારીઓ દ્વારા કૃત્રિમ અછત ઉભી કરી વેપારીઓ દ્વારા થતા કાળબજાર તેમજ અસામાજીક તત્વો દ્વારા ષડયંત્રરૂપી મોંઘવારી ગ્રાહકો પર ઝીંકવામાં આવી રહી છે તો કાળાબજારિયાઓ પર જીલ્લા વહીવટી તંત્રની પણ ચાપતી નજર હોવાની માહિતી મળી રહી છે
એક તરફ સમગ્ર દેશ કોરોના મહામારી ના સંક્રમણ સામે સંઘર્ષ કરી રહયો છે ત્યારે કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકાર દ્વારા લાંબા સમયગાળા બાદ લોકડાઉન સમર્પણ કરી અનલોક -૧ સાથે છુટછાટ પણ આપવામાં આવી છે. સરકાર દ્વારા છુટછાટ આપવાની સાથે સોશીયલ મીડીયા માધ્યમ થી રોકિટ ની ગતિ જેમ ફેલાઈ રહેલા અફવારૂપી ખોટા સંદેશાઓએ હળવદ શહેર સ્થિત તમાકું ના વેચાણ કરતા અમુક વેપારીઓમાં તાબડતોડ તમાકું ના ભાવોમાં તોતિંગ વધારો કરી શહેર સ્થિત વેપારી આલમ માં અફડાતફડી ના માહોલ સાથે તમાકું ના તોતિંગ વધારાને લઈ સંગ્રહખોરોએ એડીચોટી નું જોર લગાડી તમાકુ નો સંગ્રહ કરી રહયા છે. તેવુ શહેરીજનોમાં ચર્ચાય રહયુ છે
શહેરના અમુક તત્વો લોકડાઉન થવાના એંધાણ બતાવીને ખુલ્લેઆમ કૃત્રિમ અછત ઉભી કરી રહ્યા છે, જેના ઉપર તંત્રની બાજ નજર છે, તો આવા વેપારીઓને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોની માંગણી અને લાગણી ઉઠવા પામી છે.