રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
હારીજ કન્યા છાત્રાલય ખાતે આનર્ત ગુર્જરા ક્રાફ્ટ વર્ક પ્રોડ્યૂસર દ્વારા હારીજ તથા ચાણસ્મા તાલુકાની આશરે ૫૧૮ થી વધુ હસ્તકલા કરતી બહેનોએ ભાગ લીધો છે બહેનોને રોજગારી મળી રહે તે હેતુસર જુદા જુદા ડાઈનારો દ્વારા સ્કિલ ડેવલોપ કરી વધુમાં વધુ આગળ પ્રગતિ કરી રોજગારી મેળવે એવા શુભ આશય થી શુભ શરૂઆત કરવામાં આવી હતી જેનો તારીખ ૧૧/૦૯/૨૦૨૦ ના રોજ ગુજરાત ચીફ જનરલ મેનેજર, ડી.કે.મિશ્રા , નાયબ મેનેજર આશા ચંદ્રા ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી નવીન ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ના બોર્ડના જિલ્લાના ડી.ડી.એમ રાકેશકુમાર વર્મા બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ દવે હર્ષ બારોટ , બ્રિનદા બેન પટેલ , ડાયરેક્ટરો સહિત અન્ય હસ્ત કલા કરતી બહેનો જોડાઈ ચીફ જનરલ મેનેજર શ્રીએ બહેનોની કામગીરી ને બિરદાવી હતી. હસ્તી કલાનું કામ તથા પ્રોડકસન તેમજ અલગ અલગ પ્રકારના કાપડ ઉપર ભરત કામ જેવી અનેક હસ્તી કલા કરાવવાનું કામ કરાવી બહેનોને રોજગારી આપવાનું કામ કરી રહ્યા છે પદાધિકારીઓ ઉપસ્થીત રહી બહેનોને શુભ આશિષ પાઠવ્યા હતા.