સાવરકુંડલા મા રિલાયન્સ જિયો કંપની દ્વારા નિયમો ને નેવે મુકી શહેરમાં ઓપ્ટિકલ કેબલ નખાતા હોવા છતા પાલીકાના આંખ આડા કાન રિલાયન્સ જિયો દ્વારા સાવરકુંડલા પાલીકા પાસે તા. ૧૭-૦૭-૨૦૧૩ ના રોજ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લી.કં. દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ ઓપ્ટિકલ કેબલ નાખવા મંજૂરી માંગી મંજૂરી મળ્યા બાદ પાલીકાના પ.જા.નં-૫૧૨/૨૦૧૩-૧૪ શરતી મંજૂરી પત્ર મુજબ કામ ચાલુ કરેલ અને તેમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવેલ કે શહેરમાં કયાય પણ પાકા રોડ રસ્તા તોડવાના નથી. માત્ર કાચા રસ્તાઓ ખોદવાના છે. અને નગરપાલિકા વિસ્તાર ના રસ્તાની સાઈડ ખોદવાની પરવાનગી પાલીકા દ્વારા આપવામાં આવી છે. તો એસ.ટી ડેપો થી અમરેલી રોડ તો આર.એન.બી. વિભાગમાં આવે છે. ત્યાં કેમ સી. સી. રોડની સાઈડ તોડવામાં આવે છે.? તે પણ સવાલ ઉઠ્યા કરે છે.
અને હા પાલીકા દ્વારા ૧૭/૭/૨૦૧૩ મા મંજૂરી આપી કામ ચાલુ કરી પુર્ણ કરવાનુ હતુ. તો પછી ૨૦૨૦ મા ફરી પાછુ આ કામ કેમ ચાલુ કરવામાં આવ્યું તેની પણ ચર્ચા શહેરમાં ચકડોળે ચડી છે.
હાલ અત્યારે કામ તો ચાલુ કરવામાં આવ્યું પણ તેમા ચિફ ઓફિસર દ્વારા મંજૂરી કરી આપવામાં આવેલ તો નથી ? અને પત્ર પ.જા.નં-૫૧૨/૨૦૧૩-૧૪ મા કુલ નવ (૯) શરતો આપવામાં આવેલ છે. જેમાં શરત નં. ૨ અને ૪ મા રોડ તોડવા નહિ તેવુ સ્પષ્ટ વંચાય છે. તો પછી સરકાર શ્રી ની વિવિધ ગ્રાન્ટો માંથી બનાવેલ પાકા રસ્તા આ કોન્ટ્રાક્ટર દ્વારા કેમ તોડવામાં આવે છે ? તે સમજાતું નથી.
આ બાબત પાલીકા ના પ્રમુખ અને ચિફ ઓફિસર જાણતા હોવા છતાં કેમ આની સામે કોઈ કાર્યવાહી નથી કરતાં? શું તેણે પણ આમાં હેઠા હાથ કર્યા છે કે શું? તેવું શહેરીજનોમા ચર્ચાય રહ્યૂ છે.