ગાંધીનગર ખાતે કરોડોના ખર્ચે બનેલા મહાત્મા મંદિરમાં અત્યાર સુધી ઘણા સરકારી તેમજ ખાનગી કાર્યક્રમો યોજાયા છે. રાજ્યસરકારના ઘણા વિભાગો દ્વારા એક વર્ષમાં અનેક કાર્યક્રમો મહાત્મા મંદિરમાં યોજાયા છે. જેમા ભાડાપેટે રાજ્યસરકારને મહાત્મા મંદિરને 13 કરોડથી વધુ આપવાના હતા જેમાથી હજુ પણ 44 લાખથી વધુની ચૂકવણી કરવાની બાકી છે. ત્યાર ખાનગી કંપનીઓને પણ 53 લાખથી વધુની રકમ મંદિરને ચૂકવવાની બાકી છે.
છેલ્લા બે વર્ષમાં યોજાયેલા સરકારી કાર્યક્રમનું ભાડું 13 કરોડથી વધુનું હતું
ગાંધીનગર ખાતે બનેલા મહાત્મા મંદિરની મુલાકાત લેવા દેશ-વિદેશથી લોકો આવતા હોય છે. ત્યાર રાજ્યસરકારના પણ મોટાભાગના કાર્યક્રમો અહીં કરવામાં આવે છે. સરકારના 2018-19 સુધીમાં 113થી વધુ કાર્યક્રમો મહાત્મા મંદિર ખાતે યોજાયા હતા. ત્યારે મંદિરમાં યોજાનાર કોઇપણ કાર્યક્રમ માટે ભાટું નક્કી કરવામાં આવે છે. જેમા સરકારે છેલ્લા બે વર્ષમાં યોજેલા કાર્યક્રમ માટે મંદિરને 13 કરોડથી વધુની રકમ ચૂકવવાની હતી. જેમા હજુ પણ 44 લાખથી વધુની રકમ આપવાની બાકી છે.
સરકારે લીલા હોટેલ્સને ભાડેથી મહાત્મા મંદિરમાં વિવિધ પેવેલિયન્સ આપ્યા છે
સરકારી સિવાય કેટલીક ખાનગી કંપનીઓ પણ પોતાના કાર્યક્રમો માટે મહાત્મા મંદિરની બિલ્ડિંગનો ઉપયોગ કર્યો છે. જેના ભાગે રૂપે કંપનીઓ 10 કરોડની આસપાસ મંદિરને આપવાના નીકળતા હતા. જેમા હજુ પણ મંદિરને 44 લાખ જેટલી રકમ કંપની પાસેથી લેવાની બાકી છે. સરકારે લીલા હોટેલ્સને ભાડેથી મહાત્મા મંદિરમાં વિવિધ પેવેલિયન્સ આપ્યા છે. કંપનીઓ રાજ્યસરકારને તેની રોયલ્ટી ચૂકવે છે.