માતા દ્વારા સાડાત્રણ વર્ષના માસુમ દીકરાની કરુણ હત્યા.

Latest

ઓનલાઈન શિક્ષણમાં ધ્યાન ન આપતા માતાએ પુત્રની હત્યા કરી, પછી પોતે આત્મહત્યા કરી લીધી .હાલમાં ઓનલાઈન શિક્ષણના વધતા જતા વ્યાપના કારણે બાળકો પર ભણતરનો ભાર વધુ પડી રહ્યો છે. બાળકો ઓનલાઈન શિક્ષણમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. જયારે મહારાષ્ટ્રમાં એક સાડા ત્રણ વર્ષના બાળકેને પોતાની મા દ્વારા તેની તકિયાથી મોઢું દબાવીને હત્યા કરવામાં આવી છે. ત્યાર પછી માતા ને પસ્તાવો થતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.
આ ઘટના પાથર્ડી ફાટા વિસ્તારના સાઈ સિદ્ધિ એપાર્ટમેન્ટની છે. સોમવારે રાત્રે 9:30 વાગ્યે 30 વર્ષીય શિખા સાગર પાઠકનો મૃતદેહ ફાંસી પર લટકતો જોવા મળ્યો. તેણે સુસાઇડ નોટમાં લખ્યું હતુ કે આ બંને મોત માટે કોઇને પણ જવાબદાર ના ગણવા જોઈએ.

મહિલાએ સુસાઇડમાં સ્પષ્ટપણે લખ્યું છે કે દિકરાની હત્યા તેણે જ કરી છે. જોકે, બંનેના મૃતદેહ રૂમની અંદર હતા. રુમ અંદરથી બંધ હતો અને બાળકના નાકમાંથી લોહી નિકળતુ હતું. મહિલાના માતા-પિતાએ પણ પોતાના ભાણિયાની હત્યા કરવામાં આવી છે, તેની પુષ્ટિ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *