જૂનાગઢ: માંગરોળ વિસ્તારમાં ગતરોજ સવારથી જ મેઘમહેર શરૂ થતા માંગરોળ કેશોદ હાઇવે પર પાણી ભરાયા વાહન ચાલકો ફસાયા.

Junagadh Latest
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જુનાગઢ માંગરોળ પંથકમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતાં માંગરોળ કેશોદ હાઇવે બંધ થયો હતો. વલ્લભગઢના પાટીયા નજીક પુરનું પાણી રોડ ઉપર ફરી વળતાં હાઇવે થયો બંધ,અનેક વાહનો પુરના પાણીમાં ફસાયા હોવાનું આવ્યું સામે તો બીજીતરફ બે કિલોમીટરનો ટ્રાફીક જામ છકડો રીક્ષા મોટર સાઇકલ સહીતના અનેક વાહનો ફસાયા વલ્લભગઢના સેવાભાવી લોકો દ્વારા ટ્રેકટર બોલાવી રસ્તો પાર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે માંગરોળ તાલુકાનું છેલ્લું ગામ ગણાતા વલ્લભગઢ પાટિયા પાસે દર સોમાસે વરસાદી પાણી રોડ ઉપર ફરી વડે છે. પરંતુ આ રસ્તાનુ હજુ સુધી પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *