હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો કહેર વર્તી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેના કારણે સરકાર તેમજ સ્થાનિકો ચિંતા મુક્ત બન્યા છે. જોકે કોરોનાના પગલે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે ઘણા મહત્વના પગલા લીધા છે. એરપોર્ટથી લઈને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વિદેશથી આવતા તેમજ તેમના સગા સંબંધિયોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. ત્યારે આણંદમાં પણ અત્યાર સુધીમાં 325 જેટલા લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે.
જેમાથી 103 પ્રવાસીનું સ્ક્રિનિંગ પૂર્ણ થઈ ગયું છે જ્યારે 222 લોકો હજુ પણ ઓબ્ઝર્વેશનમાં છે. ત્યારે જિલ્લાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તે સિવાય લોકોને જાગૃત કરવા માટે જિલ્લામાં ઠેર-ઠેર બેઠકોનું આયોજન કરવામાં આવે છે.