રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં બાઇકો ચોરીની વધતી ઘટનાઓથી બાઇક માલિકોમાં ફફડાટ ફેલાતો જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ રાત્રી પેટ્રોલિંગ કડક બનાવે એ જરૂરી છે.
નાંદોદ તાલુકાના કુવરપરા ગામમાંથી ગતરોજ એક હિરો હોન્ડા હોરનેટ કંપનીની મો.સા.નંબર -GJ..22.L.6886 મો.સા.ના માલિક હાર્દિક નગીનભાઈ વસાવા એ તેમના ઘરના આંગણામા સ્ટેરીંગ લોક કરીને મુકેલ હતી. જેની કિંમત આશરે રૂ.૫૦,૦૦૦/- ને કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઈ જતા. આ બાબતે હાર્દિક વસાવા એ રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજી એક ઘટના નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરવા ગામમાં બનવા પામી જેમાં કિરણભાઇ મણીલાલભાઇ બારીયા ની હોન્ડા કંપનીની એસપી સાઇન મોટરસાયકલ નં.GJ – 22 – F – 8298 કિ.રૂ રપ,૦૦૦/ – તેમના ઘરના આંગણામાંથી ચોરી કરી લઈ જતા તેમની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ નાંદોદના તારોપા ગામમાંથી એક જ દિવસે ત્રણ બાઈકોની ચોરી થવાની નોંધ. જેમાં ફરિયાદી રણજિત કનુભાઈ વસાવાની હોન્ડા સાઈન નં.GJ.22.J.6933 તેમજ ઢોલાર ગામના અરુણભાઈ જીણાભાઈ વસાવા ની હોન્ડા સાઈન નં.GJ.22.D.9520 અને નાંદોદ ના મલાવ ગામના સંજયભાઈ ચંદુભાઈ વસાવાની પણ હોન્ડા સાઈન નં.GJ.22 .E2916 ત્રણેય કિંમત 60,000/- રૂપિયા ની કોઈ અજાણ્યા ચોરો ચોરી કરી પલાયન થઈ જતા આ બાબતે આમલેથા પો.સ્ટે.માં ફરિયાદ નોંઘી પોલીસે તપાસ હાથ ધરી છે.