રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી રાજપીપલાનાઓએ ડેડીયાપાડા પોલીસને પત્ર પાઠવી જણાવેલ કે “ડેડીયાપાડા તાલુકાના ખૂપર બોરસણ ગામનું બાળક કે જે રાજપીપલા ખાતે આવેલ બાળ સંભાળ ગૃહમાં રહે છે જેને સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત કૌટુંબિક પુનઃ સ્થાપન અર્થે જિલ્લા બાળ સુરક્ષા એકમ નેમદા દ્વારા સ્પોનસરશિપ યોજના હેઠળ ઘરે તબદીલ કરવામાં આવેલ છે.સદર બાળક ની વિધવા માતાને કૌટુંબિક મતભેદના કારણે કુટુંબીઓ દ્વારા જ પરેશાન કરવામાં આવે છે,વળી આ બાળક કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળું હોઇ બાળક સાથે કોઈપણ પ્રકારની મારઝૂડ કે સતામણી ન થાય તે જોવું જરૂરી છે. હાલ બાળકના પિતા હયાત ન હોઇ કૌટુંબિક ક્લેશમાં બાળક સાથે કોઈ કાયદા વિરુદ્ધ કામ ન થાય તે અંગે જરૂરી સૂચનાઓ તેમજ ધ્યાન દોરવણી કરવા જણાવેલ છે.”
જિલ્લા કક્ષાએથી મળેલ સૂચના મુજબ પોતાના કાર્યક્ષેત્રમાં આવતા ગામના બાળક સાથે કોઈ હીન કૃત્ય ના થાય એની કાળજી રાખવા જ ડેડીયાપાડા p.s.i પો.સ.ઇ.શ્રી એ.આર.ડામોર તથા મહિલાઓની સુરક્ષા માટે નર્મદા પોલીસ અધિક્ષકની સીધી દોરવણી હેઠળ કામ કરતી ટીમ નિર્ભયાએ ગામમાં જઈ બાળક તથા તેની વિધવા માતાની મુલાકાત લીધી હતી.ઉપરાંત તેઓની સુરક્ષા માટે ખાતરી આપીને જીવન જરૂરિયાતની કીટ આપી સરાહનીય કામ કરેલ છે.