જૂનાગઢ: કેશોદ આહિર યુવા મંચ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું.

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

તાજેતરમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ યાદવ સમાજના ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યે કથાકાર મોરારીદાસ હરીયાણીજીએ અભદ્ર ભાષામાં ટીપ્પણી કરી ઈતિહાસ તોડી મટોડી રજુ કરવાના વિરૂધ્ધમાં ભારતીય સંવિધાન મુજબ કથાકાર મોરારી બાપુ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી સાથે કેશોદ આહિર યુવા મંચ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ટેલીવિઝન માધ્યમ દ્વારા આસ્થા ચેનલના નામથી સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થયેલ છે. જેમાં કથાકાર મોરારી બાપુએ કૃષ્ણ ભગવાન અને બદલ ભદ્રજી તથા કૃષ્ણ વંશીઓ માટે દિલ દુભાય તેવી અભદ્ર વાણી વિલાસ કરવામા આવી જેની વિગત એવી છે કે શેષાવતાર શ્રીબલ ભદ્રજી ચોવીસ કલાક દારૂ પીતા હતા તેવું તે વિડિયોમાં જાહેર કથામાં કહેલ તેમજ શ્રીકૃષ્ણ ભગવાન ધર્મ સંસ્થાપના કરવામા ટોટલ ફેલ સાબિત થયેલ એવું કહેવામાં આવેલ મહાભારત મૌસલ પર્વમાં શ્રી બદલ ભદ્રના આદેશથી મદીરા પર પ્રતિબંધ હતો તો ચોવીસ કલાક તે કેવી રીતે દારૂ પીતા હોય? અને ધર્મ સંસ્થાપના ન કરી હોત અને શ્રીકૃષ્ણ ટોટલ ફેલ રહ્યા હોય તો દયાળુ માનવાવાળુ સૌરાષ્ટ્ર ના હોત સનાતન ધર્મમાં કરોડો દેવી દેવતાઓમાં લોકો આસ્થા અને વિશ્વાસ રાખે છે પણ તેમાં ભગવાન શ્રીકૃષ્ણ એક એવા આરાદય દેવ છે જેમની ભકિત ફક્ત હિંન્દું ધર્મમાં જ નહી અન્ય ધર્મમાં પણ જોવા મળે છે અને વિશ્વના અનેક દેશોમાં પણ તેમની પુજા અર્ચના થાયછે અને જગતગુરૂ એવા પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન તથા ભલ ભદ્રજી અને દ્વારીકાના લોકો માટે કથાકાર મોરારી બાપુએ અશોભનીય ટીપ્પણીઓ કરી છે તેની જેટલી પણ નીંદા થાય એટલી ઓછી છે.
મોરારી બાપુએ પોતાની કથામાં ચોખવટ કર્યા વિના નરોવા કુંજરવાની જેમ માફી માંગી તે નહી ચાલે તેઓ શ્રી કૃષ્ણ ભગવાનના જગત મંદિર દ્વારકા આવી સાધુ સંતો અને કૃષ્ણ વંશી આગેવાનોની વચ્ચે માફી નહી માંગે તો સમસ્ત આહિર સમાજ વિરોધ કરશે જેની ગંભીર નોંધ લેવા આવેદનપત્રમાં જણાવ્યું હતું.

કેશોદ આહિર યુવા મંચના રાજુભાઈ ભેડા માલદેભાઈ બારીયા મસરીભાઈ બારીયા જગમાલભાઈ નંદાણીયાના માર્ગદર્શન હેઠળ યોગેશભાઈ વાળા વિરમભાઇ પીઠિયા પુંજાભાઈ હડીયા જગમાલભાઈ ભારવાડીયા તથા અરવિંદભાઈ ઝાલાની ઉપસ્થિતિમાં નાયલ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *