ભારતમાં એક માત્ર નર્મદા મૈયાની પરિક્રમા થાય છે. નર્મદા જિલ્લાના માં નર્મદા મૈયા ઉત્તરદિશા તરફ વહેતી હોય જે ઉત્તરવાહિની માં નર્મદાની પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે. જેને પંચકોશી પરિક્રમા કહેવામાં આવે છે. જેની પરિક્રમા કરવાથી ઘણો લાભ થાય છે. અને તમામ માનેલી બાધાઓ પૂર્ણ થાય છે. મોક્ષ અપાવે છે. મુખ્ય નર્મદા પરિક્રમા જેટલું પુણ્ય મળે છે. જેથી ભક્તો આ પંચકોશી પરિક્રમા કરવા આવે છે. રવિવારે પરિક્રમા નો 10મો દિવસ હતો. રજા સાથે બોર્ડની પરીક્ષાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આ રવિવારે 15 થી 20 હજાર ભક્તો પંચકોશી પરિક્રમા કરવા આવ્યા હતા. આ 10 દિવસોમાં નર્મદા પરિક્રમા કરવા એક લાખ થી વધુ ભક્તો આવી ગયા છે. અને આગામી દિવસોમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉભરાશે 5 લાખ થી વધુ ભક્તો એક.મહિના દરમ્યાન પરિક્રમા કરે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. કોઈ પણ સુરક્ષા કે કોઈ પણ તંત્ર ની મદદ વગર સ્વયં શિસ્ત થી આ પરિક્રમા ચાલી રહી છે. વહેલી સવાર 4 વાગ્યાના ભક્તો પરિક્રમા પથ પર પગપાળા ચાલવાનું શરૂ કરે છે. પણ આજદિન સુધી કોઈ પણ અણબનાવ નથી બન્યો,કે કોઈ ભાગદોડ મચી હોય, કોઈ ચક્કર આવી ને પડી ગયું હોય એવા કિસ્સા પણ ભાગ્યેજ બને છે. પરિક્રમા કરનાર માંગરોળના ચેતનાબેન ધોબી એ જણાવ્યું હતું કે ચૈત્રી અમાસ થી આમસ એક મહિનો 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી નર્મદા નદીની ઉતરવાહિની પરિક્રમા શરૂ થઇ ગઈ છે. નાંદોદ તાલુકાના રામપુરાથી લઇ તિલકવાડા રેંગણ વાસણ થઈ કીડીમકોડી ઘાટ પર પરિક્રમા પૂર્ણ થાય છે. પરિક્રમા ના રૂટ પર સેવાભાવી લોકો ઠેર ઠેર વિસામો બનાવી પરિક્રમા વાસીઓ ને જરૂરી મદદ કરે છે.