રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવેલા હતાં. જ્યારે લાગું કરવામાં આવેલ લોકડાઉન માં કેશોદ પંથકમાં શારીરિક બીમારી કે આકસ્મિક ઘવાયેલાં વ્યક્તીઓ ને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ રહેનારી કેશોદ ૧૦૮ નાં ઈ.એમ.ટી પુનમ વાઘેલા અને પાયલોટ ભરત નંદાણીયા નું સન્માનપત્ર અને પી.પી.ઈ કીટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કેશોદના માણેકવાડા ગામના જય મુરલીધર ગ્રુપ દ્વારા કાનાભાઈ વીરડા, નાથાભાઈ કુવાડીયા, સંજયભાઈ ડાંગર, વિપુલભાઈ કાનગડ અને અગતરાય પીએચસી નાં માધવીબેન સોદરવા ટીએચઓ માણેકવાડા હાજર રહી કેશોદ ૧૦૮ ટીમની કોરોના મહામારી માં કરેલી કામગીરીને બિરદાવી હતી. કેશોદ ૧૦૮ નાં ઈમરજન્સી મેડિકલ ટેકનીશ્યન તરીકે ફરજ બજાવતા પુનમબેન વાઘેલા સર્ગભા હોવાં છતાં ફરજ બજાવતા હતાં અને મનોમન એવું નક્કી કર્યું હતું કે કેશોદ શહેર તાલુકાને થી કોરોના મુક્ત બનાવવા જ્યાં સુધી શારીરિક અને માનસિક સ્વસ્થતા હશે ત્યાં સુધી ફરજ બજાવી ને આવનારાં બાળકને કોરોના મુક્ત કેશોદ ની ભેટ આપવી છે. કેશોદના માણેકવાડા ગામનું જય મુરલીધર ગ્રુપ દ્વારા આસપાસના વિસ્તારમાં જુદા-જુદા પ્રકારના મેડિકલ સાધનો વિનામૂલ્યે જરૂરતમંદોને પુરવાર કરવાની સેવાકીય પ્રવૃત્તિ કરીને જબ્બર લોકચાહના મેળવી છે ત્યારે કોવીડ-૧૯ મહામારી માં યોધ્ધા બની કામગીરી કરતાં કેશોદ ૧૦૮ નાં કર્મચારીઓ નું સન્માન કરીને પ્રોત્સાહિત કરવા બદલ અભિનંદન આપ્યા હતાં.