રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
સુરતમાં મોડી રાત્રે ઉઘના ભીમનગર ગરનારાથી આગળ રેલવે ટ્રેકની બાજુમાં ડીંડોલી સાઈડમાં બુટલેગર શંકરનીકમ ઉર્ફે કાલુની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઇ હતી જેથી પોલીસ દોડતી થઇ ગઇ હતી ધંધાકીય અદાવત માં અજુ ઉર્ફે અજય નામના આરોપીએ હત્યા કરી હોવાનો સુત્રો જણાવી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર ભીમ નગરમાં રહેતો અને ત્યાં જ વર્ષોથી દારૂનો ધંધો કરતો કાલુ નું શહેરમાં મોટા બુટલેગરોમાં નામ હતું ખાસ કરીને ઉધના અને રેલવે પોલીસની હદ માં તે મોટા પાયે દારૂનો ધંધો કરતો હતો ઉધના અને રેલવે પોલીસ સ્ટેશનમાં તેના સંખ્યાબંધ ગુના નોંધાયા હતાં તે ઘણા બુટલેગર સાથે તેની દારૂની ધંધાકીય અદાવત હતી શનિવારે મોડીરાત્રે તે ભીમ નગરમાં હતો ત્યારે અજુ નામનો ટપોરી તેમના સાગરીતો સાથે આવી કાલુ ને મારવા માટે આવ્યા હતા કાલુ જાન મચાવીને ડીંડોલી તરફ દોડ્યો હતો ત્યારે અજુ અને તેના સાગરિતો પણ કારની પાછળ દોડ્યા હતા રેલવે ટ્રેકની થોડે દુર અજુ એ કાલુ ને પકડી લીધો હતો ક્યારે કાલુને ગળાનાં ભાગે તથા હાથ ની નશનાં ભાગે ગુપ્પી થી મારી ને નાંસી ગયા હતા કાલુ ને મધરાતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે હોસ્પિટલમાં ડોક્ટરે મૃતક જાહેર કર્યો હતો કાલુ ની હત્યા ની વાત ફેલાતા લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા આ અજુ પહેલા કાલુ સાથે જ રહેતો હતો ઘટની જાણ પોલીસ ને થતાં પોલીસ દ્વારા રાત્રે ઘટનાસ્થળે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ હત્યા વિરુદ્ધ કોઈપણ ફરીયાદ હજુ સુધી નોંધાવવામાં આવી નથી.